________________
સત્ય સમજી લેવું જોઈએ કે- હું જે કર્મ કર્યું છે એનો જવાબદાર હું જ છું. ! મારું કરેલું કર્મ મારે જ ભોગવવું પડશે. જો આ સત્ય સમજમાં ઊતરી જાય તો આપણો દષ્ટિકોણ આખોય બદલાઈ જાય છે. જીવન પ્રત્યેનો આ અધ્યાત્મનો દષ્ટિકોણ નિશ્ચિત થઈ જાય તો નિર્ણય જ બદલાઈ જશે. માણસ બીજા ઉપર કોઈ આરોપ જ નહીં કરે. અધ્યાત્મની ભાષા
જીવનની બાબતમાં આ વાત મુશ્કેલીથી સમજાય. મૃત્યુની બાબતમાં . પણ માણસ આ જ વિચારે છે કે - અમુકે મને માર્યો. આ લૌકિક દષ્ટિકોણ છે. જ્યારે આપણે અધ્યાત્મની ભાષામાં વિચારીએ ત્યારે આખો દષ્ટિકોણ જ બદલાઈ જાય. અધ્યાત્મની ભાષા એટલે - કોઈ પણ માણસ મરે તો તે પોતાનું આયુષ્ય પૂરું થવાથી મરે છે. કોણ કોઈને મારનાર છે ? શું કોઈના મારવાથી શું કોઈ મરે છે ? જેનું આયુષ્ય ક્ષીણ ન થયું હોય તે કોઈના મારવાથી નહીં મરે. જ્યારે ભૂકંપ થાય છે ત્યારે માણસો દટાઈ જાય છે. હજારો માણસો મરે છે, પણ કેટલાક માણસો જે નીચે દટાઈ ગયા હોય છે તે પાંચ સાત દિવસો પછી પણ જીવતા બચી જાય છે. આવું કેમ થતું હશે? તો તર્કની ભાષામાં આપણે કહીશું કે એમનું આયુષ્ય લાંબું હતું તેથી તે બચી ગયા. આ આખોય આયુષ્યનો ખેલ છે. આયુષ્ય જ્યાં સુધી | ખૂટયું ન હોય ત્યાં સુધી કોઈ કોઈને મારી શકતું નથી. હું કોઈને મારું છું, કે મને કોઈ મારે છે' એવો વિચાર મૂઢતાભર્યો વિચાર છે. હું કોઈને મારી શકતો નથી અને બીજો કોઈ મને મારી શકતો નથી. માત્ર નિમિત્ત | બની શકે' એ જ સાચું છે. સમયસારમાં કહ્યું છે કે - જીવ આયુષ્યનો ક્ષય | થવાથી મરણ પામે છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે. બીજો કોઈ તમારું આયુષ્ય | કઈ રીતે હરી શકે ? અને તમે બીજાનું આયુષ્ય કઈ રીતે કરી શકો ?
आउखयेण मरणं जीवाणं जिणदरेहिं पण्णतं । आउं ण हरेसि तुमं कहं ते मरणं कदं तेसिं ।। आउ कुखयेण महणं जीवाणं जिणवरेहिं पण्णत्तं ।
आउं ण हरति तुहं कहं ते मरणं कदं तेहिं ।। મૂલ કારણ કર્યું છે ?
જીવન અને મરણ તરફનો આ આધ્યાત્મિક દષ્ટિકોણ છે. જ્યાં સુધી દષ્ટિકોણ રાગ-દ્વેષથી પ્રભાવિત રહે છે, અહંકાર અને લોભથી પ્રભાવિત રહે છે, ત્યાં સુધી આપણા વિચારો અને નિર્ણયો અમુક પ્રકારના હોય છે.
સમયસાર ૦ 156
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org