________________
આમ સંભવી શકે પણ આખા જીવનમાં એ સંભવિત નથી. અધ્યાત્મના આચાર્યોએ આ સમસ્યાનો પણ ઉપાય શોધ્યો છે. પહેલો ઉપાય આ છે. ઇન્દ્રિયોનાં દ્વાર થોડાક સમય માટે બંધ રાખવાં. થોડા સમય માટે આંખો બંધ રહે, એક કલાક ધ્યાનમાં ગાળવો. તેથી અરૂપની સ્થિતિનો અનુભવ થાય અને બધાં રૂપ મટી જશે. આ અરૂપની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે. એની સાથે ચેતના જોડાયેલી છે અને ચેતનાની અનુભૂતિ
પણ.
પ્રશ્ન થાય કે - એક કલાક આ સ્થિતિમાં રહેવાથી શું વળે ? છેવટે એ જ દુનિયામાં પાછા જવાનું છે જેમાં દૃશ્ય અને રૂપ જ ભર્યાં છે. તો તેનો ઉપાય શોધી કાઢ્યો. આંખ બંધ કરવી જ એ જરૂરી નથી. આંખ ખુલ્લી રાખો અને અરૂપ રહો. પછી તો કાન ખુલ્લા રહેશે અને છતાંય અશબ્દ રહેશો. ખાવાનું જીભ પર આવશે છતાં તમે અરસ રહેશો. સ્પર્શ થશે છતાંય અસ્પર્શ રહેશો. આ બધું કઈ રીતે સંભવે ? આ બધુંય ચેતનાની દિશાને બદલવાથી સંભવ બને છે. ઘ્યાન એક એવી પ્રક્રિયા છે જે ચેતનાની દિશાને બદલી નાખે છે.
ચેતના ન જોડાવી જોઈએ
ચેતનાને ઇન્દ્રિયો સાથે ન જોડાવા દેવી. જો આ વાત સમજાઈ જાય તો દિશાપરિવર્તનનું રહસ્ય મળી જાય. જો ચેતના ઇન્દ્રિયો સાથે નહીં જોડાય તો ઇન્દ્રિય-વિષયોનું ગ્રહણ નહીં થાય. તર્કશાસ્ત્રની ભાષામાં આ અનઘ્યવસાય કહેવાય. એક માણસ બજારમાં ગર્યો. એને સોનું ખરીદવું છે. બજારમાં હજારો દુકાનો છે. એમાં હજારો પ્રકારની વસ્તુઓ મળે છે. પેલો માણસ એ બધું જોતો ચાલ્યો જાય છે. છેવટે તે સોનાની દુકાને સોનું જુએ છે અને તેને ખરીદી લે છે. સોના સિવાય પણ એણે અનેક વસ્તુઓ જોઈ, પણ એ જોવું ન જોવા બરાબર રહ્યું. જેની સાથે એનો અધ્યવસાય જોડાયો હતો તે જોયું અને બાકીનું વણજોયું રહી ગયું.
અંતર્મુખપણું
કોઈ એક વસ્તુને જાણવા માટે જરૂરી હોય એટલી જ ચેતના આપણે તે પદાર્થ સાથે જોડવી જોઈએ. એની સાથે મૂર્છાની ચેતના ન જોડવી જોઈએ. આમ થશે તો આંખની સામે કોઈ સુંદર રૂપ આવી જાય કે જીભ પર કોઈ સ્વાદિષ્ટ મિષ્ટાન્ન આવી જાય તેનું આપણે માટે કોઈ મહત્ત્વ રહેશે નહીં. આપણે અરૂપ અને અરસની સ્થિતિમાં રહ્યા કરીશું. આચારાંગ
168
Jain Educationa International
સમયસાર
For Personal and Private Use Only
www.jainelibrary.org