________________
૧૬. આત્માને કઈ રીતે જોવો ?
પ્રેક્ષાઘ્યાનનો ધ્યેયમંત્ર છે આત્મા દ્વારા આત્માને જોવો જોઈએ. આ મોટી વિરોધીભાસ વાત લાગે છે. આત્મા અમૂર્ત છે અને આપણી પાસે શક્તિ છે ઇન્દ્રિયોની. આ સ્થિતિમાં આપણે જોઈએ કઈ રીતે ? આ એક પ્રશ્ન છે. વળી આ બીજો પ્રશ્ન છે કે આપણે ઘ્યાન કરીએ છીએ કે વિરોધાભાસને પોષી રહ્યા છીએ ? અમે જે કંઈ કહીએ છીએ એ માત્ર પોપટિયાવાણી છે કે એનામાં કોઈ સાર્થકપણું છે ? શું આપણી પાસે એવો કોઈ વિધિ છે જેના દ્વારા આપણે આત્માને જોઈ શકીએ ?
-
આત્માનું સ્વરૂપ
આત્માનું સ્વરૂપ છે અશબ્દ, અગંધ, અરસ અને અરૂપ, જેમાં નથી કોઈ શબ્દ, નથી કોઈ ગંધ, નથી કોઈ રસ અને નથી કોઈ સ્પર્શ, એ માત્ર જ્ઞાન અને ચેતનમય સત્તા છે.
अरसमरूवमगंधं, अव्वत्तं चेदणागुणमसद्दं ।
जाण अलिंगग्गहणं, जीवमणिद्दिटठ्ठाणं ।।
जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण रसो ण वि य फासो । ण वि रूवं ण सरहिं ण वि संठाणं ण संहणणं ।।
આપણી ઈન્દ્રિયો જાણે છે શબ્દને, રૂપને, ગંધ, રસ અને સ્પર્શને. અને આપણો આત્મા તો છે અશબ્દાત્મક, અરૂપાત્મક. એને આપણે કઈ કઈ રીતે જોઈ શકીએ ? આ પ્રશ્નનો ઉત્તર પણ મળે છે - આપણે એવી ક્ષણોનો અનુભવ કરવો જે ક્ષણોમાં આપણે અરૂપ થઈ જઈએ. આંખ ખુલ્લી છે, રૂપને જોઈ રહ્યા છીએ, પણ આંખ બંધ કરી કે રૂપ દેખાવું બંધ થઈ ગયું. કાન પણ બંધ કર્યો કે તરત તે અશબ્દ થઈ ગયો. નાકને બંધ કર્યુ કે તે અગંધ થઈ ગયું. જીભ પર કંઈ જ મૂક્યું નહીં એથી અરસ સ્થિતિ થઈ ગઈ. કોઈને અડક્યા નહીં, એકાન્તમાં રહ્યા, અસ્પર્શયોગ થઈ ગયો.
ચેતનાની દિશા બદલી જોઈએ
પ્રશ્ન ઉદ્ભવે છે કે - શું કોઈને માટે આવી સ્થિતિ આવવી સંભવિત છે ? માણસ પાંચેય ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરી દે અને બાહ્ય જગત સાથેનો સંબંધ કાપી નાખીને જીવી શકે એ કઈ રીતે સંભવે ? થોડીક ક્ષણો માટે
Jain Educationa International
સમયસાર
167
For Personal and Private Use Only
www.jainelibrary.org