________________
મૃત્યુની ક્ષણોમાં પણ પિતાની આંખમાં આંસુ ન હતાં. લોકોએ કહ્યું, શેઠ સાહેબ આપનો હોનહાર પુત્ર ચાલ્યો ગયો. શ્રી સુમેરમલજી દુગડ કહે - ભાઈ ! એટલો જ યોગ (મેળો) હતો. આવવાનો નિયમ છે તો જવાનો પણ નિયમ છે. એ આવ્યો ત્યારે મને પૂછીને નહોતો આવ્યો, અને ગયો ત્યારે પણ મને કહ્યા વિના જ ચાલ્યો ગયો. સામાન્ય માણસ કહી શકે કે - એ પિતા કેવો કે પુત્રનું મૃત્યુ થઈ જવા છતાંય જેની આંખોમાં આંસુ ન હોય ! આનું કારણ આપણે શોધીએ કે દુઃખની ભયંકર સ્થિતિ હોવા છતાંય દુઃખનો અનુભવ કેમ ન થયો ? એનું કારણ આ જ છે. મનની ચંચળતા એટલી તો ઓછી થઈ ગઈ, મન એટલું તો શાંત થઈ ગયું કે ઘટના, નિયમ અને સત્યને જાણી લીધાં પણ એને ભોગવ્યાં નહીં. જેટલો વિક્ષેપ એટલું દુઃખ
આ વાત નક્કી છે કે – મનનો વિક્ષેપ જેટલો જેટલો વધારે થાય તેટલું તેટલું દુઃખ વધારે થાય. જેટલો જેટલો મનનો વિક્ષેપ ઓછો થાય તેટલું તેટલું દુઃખ ઓછું થાય. પ્રતિકૂળતા કે દુઃખની સ્થિતિ હોવા માત્રથી દુઃખ થાય છે એ આપણી ધારણાને આપણે બદલવી જોઈએ. વાસ્તવમાં દુઃખ થાય છે. મનની ચંચળતાને લીધે. જેટલી ચંચળતા હોય એટલું દુઃખ હોય. જો ચંચળતા ન હોય તો દુઃખ પણ ન હોઈ શકે.
તેરાપંથના આદ્યપ્રવર્તક આચાર્ય ભિક્ષનું જીવન કઠિનાઈઓથી ભર્યુંભર્યું જીવન હતું. પાંચ વર્ષ સુધી એમને પૂરું ખાવાનું પણ ન મળ્યું. કોઈ માણસે આચાર્ય ભિક્ષુને પૂછ્યું, “મહારાજ, ગોચરીમાં કોઈ વખત ઘી, ગોળ આવે છે ? આચાર્ય ભિક્ષુએ ઉત્તરમાં કહ્યું, 'પાલીનગરના બજારમાં વેચાતાં જોઉં છું.” જે માણસે મનને આટલું સાધી લીધું પછી એને દુઃખ કયાંથી આવે ? શ્રીમથ્યાચાર્યે એ સ્થિતિનું મર્મસ્પર્શી ચિત્રણ કર્યું છે - ...पांच वर्ष लग पेख, अन्न पिण पूरो ना मिल्यो । ..बहुलपणे सपेख, धी चौपड़ तो किहां रह्यो ।।
કેટલાય હજારો સાધકોને આવાં કેટલાંય દુઃખ ખમવાં પડ્યાં છે. પણ કોઈ સાધકને કોઈ દુ:ખી બનાવી શકશું ? સાધનાશીલ સાધક દુઃખ આવવા છતાંય દુઃખી થતો નથી. દુઃખી થવું આપણી ચંચળતા પર આધાર રાખે છે એ વાતનો આપણે ગાઢ અનુભવ કરવો જોઈએ. ધ્યાનનો પ્રયોગ એ માટે કરાવાય છે કે તેથી મનની ચંચળતા ઓછી કરી શકાય. મનની ચંચળતા જેટલી ઓછી હશે એટલું જ શાંતિમય જીવન જીવી શકાશે. આજની ભાષામાં કહી શકાય કે મનની તાણ જેટલી હોય એટલું જ દુઃખ છે. ઘણા બધા લોકો વગર કારણે દુઃખી થાય છે. આ ડિપ્રેશન એ શું છે ? માનસિક ઉદાસી શું છે? કોઈ કારણ સામે આવ્યું ન હોય છતાંય બેઠે બેઠે દુઃખ ઊતરી આવે છે. જ્યારે મનની ચંચળતા વધે છે ત્યારે વગર નિમિત્તે જ દુઃખ ઊતરી આવે છે.
થRાટે ..175
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org