________________ સમય એટલે આત્મા. તેનો સાર એટલે બહિરાત્માનું અતિક્રમણ કરીને અંતરાત્મા અને ૫૨માત્મા તરફ પ્રસ્થાન કરવું. આ પ્રસ્થાન એ જ અધ્યાત્મ છે. આચાર્ય કુન્દકુન્દ અધ્યાત્મના મહાન પ્રવક્તા તેમજ માર્ગદર્શક હતા. તેમનું માર્ગદર્શન ‘સમયસારમાં, - પ્રતિબિસ્મિત અને પ્રતિધ્વનિત થઈ રહ્યું છે. સમયસાર' અધ્યાત્મક્ષે ત્રે વિશિષ્ટ ગ્રંથ છે. વિશ્વ સાહિત્ય માં અધ્યાત્મવિષયક જે ગ્રંથો છે, તે પૈકીના પ્રથમ પંક્તિના ગ્રંથોમાં સ્થાન પામતો આ ગ્રંથ છે. તેના ઊંડાણ સુધી પહોંચવું સરળ નથી, કઠિનને સરળ બનાવવાનું અપેક્ષિત છે. પ્રાચીન ભાષા અને પરિભાષાને નવા સંદર્ભો મળે તો તે સહજ સંગમ અને સુપાચ્ય બની શકે છે. પ્રસ્તુત ગ્રંથ માં તેનો એક પ્રયોગ જોવા મળશે. भारती GICK અનેકાન્ત ભારતી પ્રકાશન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org