Book Title: Samayasara
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 178
________________ વિક્ષેપનું પરિણામ દુઃખનું મુખ્ય કારણ છે વિક્ષેપ. જેટલું વૈમનસ્ય દેખાય છે, પરસ્પર અણબનાવ અને ખટપટ ચાલે છે એ બધું વિક્ષેપને કારણે જ ચાલે છે. જો મનનો વિક્ષેપ ન હોય તો કલહો અને ખટપટોનો પ્રશ્ન જ ઊભો થવા ન પામે. કોઈ માણસ કડવી વાત કહી દે, ત્યારે જો મન શાંત હોય તો એ વાતથી કલહ કે ખટપટની સ્થિતિ પેદા નહિ થાય. જો મન ચંચળ હોય તો માણસ મનમાં ગાંઠ વાળી લેશે, અને વિચારશે કે - જ્યાં સુધી હું આનો બદલો નહીં લઉં ત્યાં સુધી સુખે બેસીશ નહીં. આ ન બગડવાનું કારણ છે મનની ચંચળતા. શરીરની ચંચળતા પણ મનની ચંચળતા સાથે જોડાયેલી છે. મનની, ચંચળતા સાથે શરીરની ચંચળતાનો ગાઢ સંબંધ છે, શ્વાસોચ્છવાસનો સંબંધ પણ (મનની) ચંચળતા સાથે જોડાયેલો છે, જો મન ચંચળ હોય તો ધ્વાસોચ્છવાસની ! સંખ્યા વધતી જશે. આજે એક અમેરિકન અને યુરોપિયન વ્યક્તિ સામાન્ય રીતે પચીસ-ત્રીસ શ્વાસ લે છે. મનની ચંચળતા વધારે હોવી એ તેનું કારણ છે.. સમસ્યામાંથી મુક્ત થવાનું સૂત્ર સમસ્યામાંથી મુક્તિ મેળવવાનું સૂત્ર છે - ચંચળતામાં કમી લાવવી. ચિંચળતા કમી કરવી). સમસ્યા આ છે - આપણે ચંચળતાને ઓછી કરવાનો પ્રયત્ન કરતા નથી. સમસ્યાના આ અંદરના કારણ પર આપણે ધ્યાન આપતા નથી. આપણું બધુંય ધ્યાન બહારનાં નિમિત્તોને દૂર કરવામાં પરોવાયેલું છે. આપણી શકિત એ નિમિત્તોને દૂર કરવામાં લાગેલી છે. જ્યાં સુધી માણસ ધ્યાનની અવસ્થામાં ન જાય, તેની પોતાની અંદર જ્યાં સુધી ડોકિયું ન કરે ત્યાં સુધી એનું ધ્યાન માત્ર બહારનું બહાર જ અટકેલું રહેશે. ધ્યાનને જીવનનું દર્શન કર્યું છે. ધ્યાન એટલા માટે કરાય છે કે તેથી બધી ધારણાઓ બદલાઈ જાય. કોઈ ઘટના બને તો આપણે વિચારીએ કે – આમાં મારું પોતાનું શું છે? મારી ભૂલ કયાં છે ? હું આમાં શું કરી શકું? જો આપણી વિચારધારા આ દિશામાં વહેવા માંડે તો સમસ્યાની ગંભીરતા એની મેળે જ ઓછી થઈ જાય. મુશ્કેલી એ છે કે આપણો દષ્ટિકોણ બદલાયો નથી. આપણે આપણો પોતાનો દષ્ટિકોણ બદલતા નથી પણ બીજાનો દષ્ટિકોણ બદલવા માગીએ છીએ. આને લીધે આપણી આધ્યાત્મિકદષ્ટિ જાગતી નથી. માત્ર બીજાને જ જોયા કરવો અને પોતાને ન જોવો એ સૌથી મોટો રાગ છે. જ્યાં સુધી સ્વને જોવાનો દષ્ટિકોણ નહીં વિકસે ત્યાં સુધી માનસિક અને ભાવાત્મક સ્વાથ્યનો ઉપાય મળશે નહીં. આચાર્ય કુન્દકુન્દ સ્વદર્શનનું જે મહત્ત્વ બતાવ્યું છે એને તો સ્વદર્શનની સાધના પ્રત્યે સમર્પિત થઈને જ સમજી શકાશે. સ્વદર્શનની સાધનાનો અર્થ છે - પોતાના ભાગ્યની લગામ પોતાના હાથમાં લઈ લેવી, દુઃખ અને સમસ્યાના મુખ્ય મૂળ પર પ્રહાર કરવો. સમયસારુ 176 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180