________________
પોતાના હાથમાં પકડી લે છે. અને જ્યાં સુધી આ ધારણા ટકી રહે છે ત્યાં સુધી પોતાનું ભાગ્ય બીજાઓના વિશ્વાસે રહે છે. આ સ્થિતિમાં આત્મવિશ્વાસ કે આત્મ-કર્તવ્યની વાત પૂરી થઈ જાય છે (વાત થતી નથી.) બીજાના વિશ્વાસે બેસી રહેવા જેવું જોખમી કોઈ કામ આ દુનિયામાં નથી. માણસ ત્યારે જ સારું આચરણ કરે જ્યારે એ જાણે કે-મારા આચરણનું ફળ મને મળવાનું છે. રોગી પોતે સાવધ હોય તો તેને ડૉકટરની મદદ મળી શકે. જો એ પોતે જ સાવધ ન હોય તો ડૉક્ટર શું કરે ? જ્યાં સુધી આવો દૃષ્ટિકોણ નહીં થાય કે - ખરેખર તો સુખ-દુઃખનો કર્તા હું પોતે છું બીજો માણસ માત્ર નિમિત્ત જ બની શકે. ત્યાં સુધી પોતાના ભાગ્યની લગામ પોતાના હાથમાં ન આવી શકે.
આપણે પોતે જ ઉપાદાન છીએ
આ વાતનો આપણે વિચાર કરીએ કે - સુખદુઃખનું ઉપાદાન (મૂળ કારણ) કોણ છે ? શું વ્યક્તિ પોતે જ મૂળ કારણ નથી ? જ્યારે ઉપાદાનથી દૂર નિમિત્તો પર આપણી ધારણા અટકી જાય છે ત્યારે આપણો દૃષ્ટિકોણ મિથ્યા બને છે. જે માણસનો દૃષ્ટિકોણ મિથ્યા હોય એના દુઃખને ભગવાન પણ મટાડી શકે નહીં. ઘ્યાનનો અર્થ એ છે કે - સામાન્ય માણસ જે સત્ય સુધી પહોંચી શકતો નથી એ સત્યો સુધી આપણે પહોંચીએ. ત્યાં સુધી પહોંચવામાં ઘણાં આવરણો છે, અનેક અવરોધો છે. સામાન્ય માણસ એમને પાર કરી શકતો નથી. સામાન્ય માણસ સુખ-દુઃખનું આરોપણ બીજા ઉપર કરે છે. પણ એક સાધકનો દૃષ્ટિકોણ એનાથી ભિન્ન હોવો જોઈએ.
દુઃખનું મૂળ
આ પ્રશ્ન પર અઘ્યાત્મના આચાર્યોએ પણ ગંભીર વિચાર કર્યો છે. અધ્યાત્મવિદોએ કહ્યું છે દુઃખનું મૂળ છે ચંચળતા. મહર્ષિ પતંજલિએ પણ આ જ સત્ય વ્યક્ત કર્યું છે-તુહવીર્યનT- મેનવત્વ સ્વાસ-પ્રવાસાઃ વિક્ષેપસદ્દધ્રુવઃ । મનની ચંચળતાની સાથે આટલી બધી સ્થિતિઓ જોડાયેલી છે. જો ચંચળતા ન હોય તો દુઃખનો અનુભવ નહીં થાય. માણસ દુઃખની સ્થિતિથી દુઃખી થતો નથી પણ એને દુઃખની ખબર પડે ત્યારે દુઃખી થાય છે. જેનું મન શાંત થઈ ગયું હોય, જેની ચંચળતા ઘણી ઓછી થઈ ગઈ હોય તે દુઃખની ખબર પડે તોયે દુઃખી થતો નથી. આવી સ્થિતિમાં માણસ ઘટનાને સમજી જાય છે. તેને ભોગવતો નથી. એ દુઃખની અનુભૂતિથી દૂર ચાલ્યો જાય છે. અસાધારણ બનાવ : અસાધારણ સહિષ્ણુતા
સરદાર શહેરના એક વિખ્યાત નાગરિક શ્રી સુમેરમલજી દુગડ થઈ ગયા છે. એમના યુવાન પુત્રનું આકસ્મિક અવસાન થયું. એ પુત્ર પણ એવો હતો જે કોઈ ભાગ્યવાનને જ મળે. એના મૃત્યુ પર આખું શહેર રોયું, હજારો લોકોની આંખો ભીની થઈ ગઈ. સમગ્ર સમાજના ઉત્થાનની વાતનો વિચાર કરનાર વ્યક્તિનું ચાલ્યા જવું એ કોઈ સાધારણ ઘટના ન હતી. પોતાના આવા યુવાન પુત્રના
સમયસાર
174
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org