________________
છે.
૧૦. પોતાના ભાગ્યનો દોર પોતાના હાથમાં
જૂના સમયની વાત છે. બિરદાવલી ગાનાર એક ચારણ, કોઈ શેઠને ઘરે એણે શેઠની બિરદાવલી (પ્રશંસા ગીતો ગાઈ. શેઠ ઘણો ખુશ થયો. ચારણને લાગ્યું, આજે ઘણું ધન મળશે. શેઠે ચારણને પુરસ્કારમાં એક રૂપિયો આપ્યો. ચારણે કહ્યું. આ શું ? આટલી બધી કંજૂસાઈ? શેઠે જવાબ આપ્યો - મારો નિયમ છે કે જ્યારે કોઈને દાન દેવાનું હોય ત્યારે દાઢી પર હાથ ફેરવું છું, અને જેટલા વાળ હાથમાં આવી જાય એટલા રૂપિયા આપી દઉં છું. ચારણે કહ્યું - શેઠજી, મારા ભાગ્યનો નિર્ણય મને જ કરવા દો. આપ હાથ ફેરવશો નહીં. મિચ્યા ધારણા એ જ વિઘ્ન છે
આપણે પણ આપણા પોતાના ભાગ્યનો નિર્ણય બીજાઓ ઉપર છોડી દઈએ છીએ. આપણે પોતે પોતાના ભાગ્યનો નિર્ણય કરતા નથી. આપણે આપણા ભાગ્યની લગામ પોતાના હાથમાં પકડી રાખતા નથી. એને બીજાઓના વિશ્વાસ છોડી દઈએ છીએ. સુખ અને દુઃખની જ વાત લ્યો. વસ્તુતઃ સુખી કે દુઃખી થવું વ્યકિતના પોતાના હાથમાં છે. બીજો માણસ નિમિત્ત બની શકે. એક ડૉક્ટર પણ નિમિત્ત બની શકે. એક ધનવાન પણ નિમિત્ત બની શકે. પણ તે કોઈને સુખી કે દુઃખી બનાવી ન શકે. નિમિત્ત એ નિમિત્ત છે. એનાથી વધારે કોઈ શકિત તેના હાથમાં નથી. પોતાના ભાગ્યની લગામ પોતાના હાથમાં ત્યારે જ રહી શકે જ્યારે આપણી મિથ્યા ધારણાઓ બદલાઈ જાય. માણસ જ્યાં સુધી મિથ્યા ધારણાઓને પંપાળતો રહે ત્યાં સુધી તે પોતાના ભાગ્યની લગામને પોતાના હાથમાં પકડી શકતો નથી. સુખદુઃખની વાત
એક મિથ્યા ધારણા માણસમાં હોય છે કે - હું કોઈને સુખી કરું છું. હું કોઈને દુઃખી કરું છું. આચાર્ય મુકુન્દ લખ્યું છે કે - જે કોઈ એમ માને કે હું જીવોને સુખી કે દુઃખી કરું છું તે મૂઢ છે, અજ્ઞાની છે. __जो अप्पणा दु मण्णदि दुखिदसुहिदे करेदि सते ति ।
सो मूढो अण्णाणी पाणी एतो दु विवरीदो ||
આચાર્ય કુન્દકુન્ટે કહ્યું છે કે - હું જીવોને સુખી કે દુઃખી કરું છું - એવી જે તમારી મતિ છે એ મૂઢ મતિ છે. આનાથી શુભ અશુભ કર્મનો બોધ થાય છે.
एसा दु जा मदी दे दुखिदसुहिदे करेमि सत्तेति । . एसा दे मूढमदी सुहासहं बन्धदे कम्मं ।। બીજો માણસ માત્ર નિમિત્ત છે
સુખ અને દુઃખની બાબતમાં આ એક મિથ્યા અવધારણા છે. જ્યારે આ મિથ્યા ધારણા મટી જાય છે ત્યારે માણસ, ખરેખર પોતાના ભાગ્યની લગામ
સમયસાર 178
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org