________________
સૂત્રમાં કહેવાય છે કે - રૂપ ન દેખીએ કે શબ્દ ન સાંભળીએ એ સંભવ નથી. સંભવ એ છે કે રૂપ જોઈએ પણ એના તરફ રાગ-દ્વેષ ન કરીએ, ખાવું નહીં એ આપણે માટે સંભવ નથી. પણ આ સંભવ છે કે – જે ખાઈએ એના તરફ રાગ-દ્વેષ ન કરીએ. આપણે એવી સાધના કરવી જોઈએ જેથી જ્ઞાન જ્ઞાન રહે અને એની સાથે જે મોહ જોડાય છે એને જુદો પાડી દેવો, એનું પૃથક્કરણ કરી દેવું. આનું જ નામ છે અંતર્મુખતા. આનું તાત્પર્ય છે - ઇન્દ્રિયો પોતપોતાનું કામ કરવાની પણ તેની સાથે મૂર્છા નહીં હોય. મોટાં શહેરોમાં સીવરેજની વ્યવસ્થા હોય છે. પાણીનું નાળું અને મળનું નાળું બનેય સાથે સાથે જાય છે. કોઈ કોઈ વખત સીવરેજની વ્યવસ્થામાં ગડબડ થઈ જાય છે. પાણી અને મળનું મિશ્રણ થઈ જાય છે. આ ગડબડ લોકોના સ્વાથ્ય માટે ભયજનક થઈ જાય છે. આવું જળ અને મળનું મિશ્રણ ન થવા દેવું જોઈએ. પાણીનું નાળું જુદું વહે અને મળનું નાળું જુદું વહે. એનું જ નામ છે સાધના, ધ્યાન અને અધ્યાત્મ. એને આધારે જ આપણે આત્મદર્શનની સ્થિતિએ પહોંચીએ છીએ. ઉપભોગ કરવો, રાગ-દ્વેષ ન કરવા
આપણે જ્ઞાતાભાવ-દષ્ટાભાવની વાત કરીએ છીએ પણ એનો અર્થ શો છે ? એનો અર્થ એટલો જ કે આપણે ઇન્દ્રિયો સાથે ચેતનાને ન જોડવી. હું ખાઉં છું છતાં અરસ બનેલો રહ્યો છું, હું જોઉં છું છતાં હું અરૂપ થયેલો રહ્યો છું. આનું નામ કહેવાય જ્ઞાતા-દ્રષ્ટાભાવ. આપણી આ ચેતના જાગવી જોઈએ. અભ્યાસ દ્વારા આ ચેતનાને જગાડવી સંભવ છે. ઇન્દ્રિયોને ચોવીસેય કલાક બંધ રાખવી સંભવ નથી. જો બારીઓ અને બારણાં ચોવીસેય કલાક બંધ રાખીએ તો પ્રકાશ ક્યાંથી આવશે? ઇન્દ્રિયોની ઉપલબ્ધિ કર્મના ક્ષયોપશમથી થાય છે. એને આપણે બંધ શું કામ રાખવી ? આપણે એવો અભ્યાસ કરવો જોઈએ જેથી આપણે ઇન્દ્રિયોનો માત્ર ઉપભોગ જ કરીએ. એની સાથે રાગ-દ્વેષ ન જોડાય. હવે પ્રશ્ન છે કે અભ્યાસ કઈ રીતે કરવો ? ખાઈએ અને રસ ન આવે એ શી રીતે સંભવે ? આમ કરવામાં શું છલના (ઠગાઈ) અને પ્રવચના (છેતરપિંડી) નથી ? અંતર્મુખતાની આ દિશામાં પ્રયાણ કરનાર માણસ આ સ્થિતિને પહોંચી શકે છે. એને માટે આ સ્થિતિ સ્વાભાવિક રીતે જ સંભવ બની જાય છે. અંતર્યાત્રા એ જ માર્ગ છે. ' જે માણસ અંતર્મુખ થવા ઇચ્છે છે તેને માટે સૌથી પહેલો પ્રયોગ છે
સમયસાર ૦ 169
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org