________________
-
'
આપવા માંડે, અથવા પોતાનું કર્મ બીજાને આપી શકાતું હોય તો એનું ! | પોતાનું જ રહેવા ન પામે. કોઈ પણ માણસ બીજા કોઈ માણસને પોતાનું આયુષ્ય-કર્મ આપતો નથી. માણસ પોતાના આયુષ્યકર્મના ઉદયથી જીવે છે. તેથી બીજાઓ એને જીવાડે છે કે એ બીજાઓને જીવાડે છે એ વાત કઈ રીતે સંભવે ?
आऊदएण जीवदि जीवो, एवं भणन्ति सव्वण्ह । आउं च णं देसि तुमं कहं तए जीविदं कदं तेसिं ।। आऊदएण जीवदि जीवो, एवं भणन्ति सव्वण्ह ।।
आउं च ण दिति तुहं, कहं णु ते जीविंद कदं तेहिं જીવનનો હેતુ
- રૂપિયા-પૈસાનો વિનિયમ થઈ શકે, વસ્ત્રોનો વિનિયમ થઈ શકે, પણ શું કર્મનો વિનિયમ થઈ શકે ખરો ? આપણે જો આપણું આયુષ્ય કોઈને આપીએ તો કહી શકીએ કે અમે અમુક માણસને જીવડયો છે. સત્ય | એ છે કે દરેક માણસ પોતાના આયુષ્યબળે જીવે છે. બીજાઓના આયુષ્યના આધારે તે કદી જીવતો નથી. આ દષ્ટિકોણ આધ્યાત્મિક કહેવાય. જ્યારે આ સત્ય સમજાય ત્યારે જીવન પ્રત્યેનો આપણો દષ્ટિકોણ બદલાઈ જાય છે. આચાર્ય કુન્દકુન્દ લખ્યું છે કે - જે કોઈ એમ માને કે હું બીજાઓને જીવાણું છું કે બીજા મને જીવાડે છે; હું બીજાઓને મારું છું કે બીજા મને મારે છે, તે મૂઢ અને અજ્ઞાની છે. જે માણસ એમ માને કે હું મારા આયુષ્યના બળે જીવું છું તે સમ્યગુદશી અને જ્ઞાની છે. -
जो मण्णदि हिंसयामि य हिसिज्जामि य परेहिं ।। से मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ।। जो मण्णदि जीवेमि य, जिविज्जामि य परेहिं सत्तेहिं ।
सो मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ।। વ્યક્િત પોતે જ જવાબદાર છે - આ વાત સામાન્ય માણસની સમજણ બહારની છે, પણ જ્યારે આપણે આધ્યાત્મિક નિર્ણયો પર પહોંચીએ છીએ ત્યારે લૌકિક દષ્ટિકોણથી | બિલકુલ જુદી વાત હોય છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણ એટલે - માણસ પોતાનું કર્મ કરે છે અને પોતાના કર્મને ભોગવે છે. બીજો કોઈ માણસ એમાં ભાગ પડાવતો નથી. સત્તડે ગુણે - દુઃખ પોતાનું કરેલું છે. એ બીજાનું કરેલું કે ઉભયકૃત (આપણે અને બીજાએ - બન્નેએ કરેલું) નથી. આપણે આ
સમયસાર , o 164
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org