________________
૧૪. વૃત્તિ સુધારનો દ્રષ્ટિકોણ
પરિવર્તનનો નિયમ
પરિવર્તનનો પહેલો નિયમ છે - દષ્ટિકોણ બદલવો તે. જ્યાં સુધી દૃષ્ટિકોણ ન બદલાય ત્યાં સુધી કંઈ જ બદલાય નહીં. જ્યાં સુધી દ્રષ્ટિકોણ આઘ્યાત્મિક નથી હોતો ત્યાં સુધી અમુક એક પ્રકારનું ચિંતન, એક પ્રકારનો વ્યવહાર અને એક પ્રકારની ક્રિયા ચાલે છે અને જ્યારે દૃષ્ટિકોણ આઘ્યાત્મિક થાય છે ત્યારે ચિંતન, ક્રિયા, વ્યવહાર જુદા પ્રકારનાં થઈ જાય છે. એક છે આઘ્યાત્મિક દૃષ્ટિકોણ અને એક છે મૂર્છાનો દ્રષ્ટિકોણ, ભૌતિક અથવા પદાર્થવાદી દૃષ્ટિકોણ. ભૌતિક દ્રષ્ટિકોણના પ્રભાવવાળું ચિંતન અને નિષ્કર્ષ બિલકુલ ભિન્ન હોય છે.
આપણે રાગ અને દ્વેષ એ બે વૃત્તિઓનો વિચાર કરીએ. ફ્રૉંઈડની ભાષામાં જીવનમૂલકવૃત્તિ અને મૃત્યુમૂલકદ્રષ્ટિની વાત કરીએ. જ્યાં સુધી જીવન અને મરણ તરફનો આપણો દષ્ટિકોણ આઘ્યાત્મિક ન હોય ત્યાં સુધી કંઈ જ બદલાઈ શકે નહીં. પહેલાં તો આપણે જીવન અમે મરણ વિશેનો આપણો દષ્ટિકોણ આઘ્યાત્મિક બનાવવો જોઈએ. જીવન રાગને પેદા કરે છે અને મૃત્યુ દ્વેષને પેદા કરે છે. જીવનને આધારે રાગના છોડને પાણી મળે છે. મૃત્યુના આધારે દ્વેષના છોડને પાણી મળે છે. જ્યાં સુધી આ પાણી મળતું રહે ત્યાં સુધી વૃત્તિઓ ઉછરતી રહે અને આપણે મૂર્છાભર્યુ જીવન જીવતા રહીએ.
કુકુન્દની ભાષા
દ્રષ્ટિકોણને આઘ્યાત્મિક બનાવ્યા વિના આઘ્યાત્મિક જીવન જીવી શકાય નહીં. સામાન્યપણે સૌ વિચારે છે કે- દરેક માણસ જીવન જીવવા ચાહે છે, અને બીજાઓને પણ જીવાડવા ઇચ્છે છે. પણ આ આધ્યાત્મિક દૃષ્ટિકોણ નથી. દષ્ટિકોણ જ્યારે આઘ્યાત્મિક બને છે ત્યારે એક નવું સત્ય સમજાય છે કે હું બીજાઓને જીવાડતો નથી કે બીજા મને જીવાડતા નથી. આચાર્ય કુકુન્દના શબ્દોમાં-જે આમ વિચારતો નથી તે મૂઢ છે, અજ્ઞાની છે. કુકુન્દે તર્કની ભાષામાં સમજાવ્યું કે માણસ પોતાના આયુષ્યના આધારે જીવે છે. તમે બીજાઓને જીવાડો છો એનો અર્થ એ થયો કે તમે તમારું પોતાનું આયુષ્ય તેને આપો છો. જો માણસ પોતાનું કર્મ બીજાને
Jain Educationa International
સમયસાર
153
For Personal and Private Use Only
www.jainelibrary.org