________________
જ્યારે આપણો દષ્ટિકોણ એમના પ્રભાવમાં નથી હોતો ત્યારે વિચારોનો આખો પ્રવાહ બદલાઈ જાય છે. જ્યાં સુધી જીવન તરફની આકાંક્ષાનો | દષ્ટિકોણ રહે અને નિમિત્ત કારણને મૂળ કારણ માનવાનો દષ્ટિકોણ હોય ત્યાં સુધી આપણે સત્યને ન્યાય આપી શકીએ નહીં.
તો આપણે જીવીએ છીએ એનું ઉપાદાન (મૂળ કારણ) શું છે ? એ પ્રશ્ન થાય. નિમિત્તો ઘણાં હોઈ શકે. આપણે રોટલા ખાઈએ છીએ તેથી જીવીએ છીએ. હવા-પાણી લઈએ છીએ તેથી જીવીએ છીએ. આ બધાં નિમિત્ત છે. મૂળ ઉપાદાન નથી. ઉપાદાન તો આયુષકર્મ જ છે. જો માણસનું આયુષ્ય પૂરું થઈ જાય તો એને કોણ જીવાડી શકે ? વિશ્વના મોટા મોટા ડૉક્ટરો કે અને ભારે કિંમતની દવાઓ એને જીવાડી દેશે ? આ રીતે જો માણસ બચી શકે તો ધનવાન માણસ કદી મરત જ નહીં. ગરીબ
આદમીઓ જરૂર મરતા હોત પણ કરોડપતિ અને લખપતિ માણસો અમર | થઈ જાત. સત્ય તો એ છે કે જ્યારે પ્રાણશક્તિ પૂરી થઈ જાય છે ત્યારે કોઈ પણ શક્તિ જીવાડી શકતી નથી. ઉપાદાનને બદલવું જોઈએ
જીવન અને મરણના મૂળ કારણને આપણે સમજવું જોઈએ. આપણે બધા નિમિત્તમાં ગૂંચવાઈ જઈએ છીએ. નિમિત્ત કારણોનું કંઈક મૂલ્ય હોય છે જ. પણ બધુંય નિમિત્ત કારણો છે એમ માની લેવું એ આપણું અજ્ઞાનીપણું છે. પહેલાં આપણે ઉપાદાનને જોઈએ. આપણે જો વૃત્તિઓને બદલવા માગીએ અને મૂળ કારણને સ્પર્શ ન કરીએ તો વૃત્તિઓમાં પરિવર્તન થવાનું કદીય સંભવિત બને. આજકાલ વૈજ્ઞાનિકો એવી દવાની શોધ કરવામાં | પડ્યા છે જેને લીધે માણસની વૃત્તિઓ બદલી શકાય. પણ જ્યાં સુધી દવાની અસર રહે ત્યાં સુધી પરિવર્તન ટકી શકે. જેવી દવાની અસર પૂરી થાય કે એની એ જ હાલત થઈ જાય. જ્યાં સુધી આપણે મૂળ કારણને | હલાવીએ નહીં મૂળ કારણમાં સુધારો ન કરીએ ત્યાં સુધી પરિવર્તનની વાત છે સંભવિત નહીં થઈ શકે. આચાર્ય ભિક્ષનું વચન
આચાર્ય ભિક્ષુએ ઘણી સુંદર વાત લખી છે - जीव जीव ते दया नहीं, मरै तो हिंसा मत जाण । मारणवालाने हिंसा कही, नहीं मारे ते दयागुण खाण ।। કોઈ જીવ જીવે એ કંઈ દયા નથી. કોઈ જીવ મરે એ કંઈ હિંસા
સમયસારુ o 156
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org