________________
આ બધાના અનુસંધાનમાં આપણે વિચારીએ કે હિંસાનું મૂળ કારણ શું છે? | ભેળસેળ અને અનીતિનું મૂળ કારણ શું છે? આચાર્યશ્રીએ અણુવ્રત આન્દોલન શરૂ કર્યું. એને શરૂ થયે ૪૦ વર્ષ થઈ ગયાં. ઘણો પ્રયત્ન કરાયો કે આપણા દેશમાંથી | ભષ્ટાચાર, અનૈતિકતા, અપ્રામાણિકતા, ભેળસેળ વગેરે મટી જાય. પણ એમ લાગે છે કે એ મટી રહ્યાં નથી. એનું કારણ સ્પષ્ટ છે કે જ્યાં સુધી આ રાગની વાત સમજાવશે નહીં, ત્યાં સુધી આ બધાંનું મટવું શકય નહીં બને. | રાગનો હેતુ
રાગને વધારવાનો સૌથી મોટો હેતુ છે પોતાનું શરીર. અહીંથી રાગની શરૂઆત થાય છે. બીજો હેતુ છે પરિવાર. જો પોતાના કે કુટુંબના પ્રત્યે રાગ ન હોય તો માણસ બીજાઓને છેતરશે નહીં. જ્યારે આ વાત સમજાય છે ત્યારે એક પ્રશ્ન ઊઠે છે. રાગને પકડવો કઈ રીતે ? એવી કઈ સાધના કરીએ કે રાગ ઓછો થાય ? કાયોત્સર્ગનો જે પ્રયોગ છે તે માત્ર શિથિલીકરણનો જ પ્રયોગ નથી. રાગના મૂળ પર પ્રહાર કરવાનો એ પ્રયોગ છે. જ્યાં સુધી ભેદવિજ્ઞાનનો અનુભવ ન થાય ત્યાં સુધી આપણો રાગ ઓછો નહીં થાય. “આત્મા જુદો છે, શરીર જુદું છું.” આ વાત સમજાય ત્યારે જ રાગના મૂળ પર પ્રહાર થઈ શકે. શરીર અને આત્માને એક માની લેવાથી જ બધો રાગ ઉત્પન્ન થાય છે. ભેદવિજ્ઞાનનો પ્રયોગ
આચાર્ય કુન્દકુન્દ લખ્યું છે કે - જે કોઈ પર દ્રવ્યને પોતાનું સ્વરૂપ માને છે, અને વિચારે છે કે - હું આ દ્રવ્ય) છું, આ દ્રવ્ય મારું સ્વરૂપ છે, હું એનો છું, આ મારું છે. આ પહેલાં પણ મારું હતું, ભવિષ્યમાં પણ આ મારું થશે - | આવો આત્મવિકલ્પ કરનાર વ્યક્તિ મૂઢ અને અજ્ઞાની છે.
अहमेदं एदमहं अहमेदस्स म्हि अत्यि मम एदं । अण्णं जं परदव्वं सच्चित्ताचित्तमिस्सं वा ।। आसि मम पुवमेदं एदस्स अहपि आसि पुव्वं हि । होहिदि पुणो ममेदं एदस्स अहपि होस्सामि || एयं तु असन्मदं आदवियप्पं करेदि संमूठो । भूदत्यं जाणतो ण करेदि तु असंमूढो ||
શરીર અને આત્માને એક માની લેવાં મૂઢતા છે, અજ્ઞાન છે. આ બિન્દુ પર પ્રેશાધ્યાન અને વિપશ્યનાનો ભેદ સમજી શકાય છે. પ્રેક્ષાધ્યાનની આધારભૂમિ છે આત્મવાદજે લોકો આત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતા તેમના માટે પ્રેક્ષાધ્યાન નથી. (પ્રેક્ષાધ્યાન એવા લોકોના કામનું નથી જેઓ આત્માના અસ્તિત્ત્વને ન સ્વીકારતા હોય) કાયોત્સર્ગ મૂળમાં ભેદવિજ્ઞાનનો પ્રયોગ છે. જે દિવસે આપણે સ્પષ્ટપણે સમજીશું કે આત્મા જુદો છે અને શરીર જુદું છે. તે જ દિવસે રાગના મૂળમાં પહેલો ઘા થશે.
સમયસાર
163
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org