________________
-
-
-
મહત્ત્વનો પ્રશ્ન
અનેક વાર એમ પૂછવામાં આવે છે કે પહેલો પ્રહાર કર્યા કરવો ? આ ! બહુ મહત્વનો પ્રશ્ન છે. એક ધનવાન માણસ મોટરકારમાં જઈ રહ્યો હતો. રસ્તામાં કાર બગડી. તે એક મિસ્ત્રીની પાસે ગયો અને એને બોલાવી લાવ્યો. મિસ્ત્રીએ કારને જોઈ અને કહ્યું - સો રૂપિયા લઈશ. ગાડી ઠીક કરી દઈશ, માલિકે તેને સો રૂપિયા આપ્યા. મિસ્ત્રીએ એક ઠેકાણે હથોડી ઠોકી અને ગાડી ચાલુ થઈ ગઈ. કારના માલિકે કહ્યું - તે ન્યાય ન કર્યો. હથોડીના એક ફટકાના સો રૂપિયા ? મિસ્ત્રીએ કહ્યું - મહાશય, ફટકો મારવાનો ફક્ત એક રૂપિયો જ છે. ફટકો ક્યાં મારવાનો છે એની જાણકારીના નવાણુ રૂપિયા છે. મહાવીરનો સંકલ્પ
રાગનો વિકટ પ્રશ્ન આપણી સામે છે. એને કારણે જ હિંસા, ચોરી, સંગ્રહ, અસત્ય, ક્રોધ વગેરે વગેરે પેદા થઈ રહ્યાં છે. અહીં પ્રશ્ન એ છે કે એ મૂળ સમસ્યાને પકડવા માટે પહેલો ફટકો કયે સ્થાને કરવો ? મહાવીરે આ પ્રશ્નનો ઉકેલ બતાવ્યો. શરીરનો વ્યુત્સર્ગ કરો. શરીરનો ત્યાગ કરો. સાધનાનો આ જ પહેલો નિયમ છે. મહાવીરે જ્યારે દીક્ષા લીધી ત્યારે તેમણે સંકલ્પ લીધો - હું સિદ્ધોને નમસ્કાર કરીને આજથી સર્વ સાવઘયોગનું પ્રત્યાખ્યાન કરું છું. મહાવીરે સંકલ્પ લીધો. હું શરીરનો વ્યુત્સર્ગ કરીને, ત્યાગ કરીને વિહાર કરીશ. એમની સાધના કાયોત્સર્ગથી શરૂ થઈ અને કાયોત્સર્ગમાં જ પૂરી થઈ. જ્યાં કાયોત્સર્ગ હોય ત્યાં રાગનું મૂળ ઢીલું પડી જશે. જ્યાં લગી આપણે આ વાત ન સમજીએ ત્યાં સુધી વ્રતની વાત સમજાશે નહીં, કે અધ્યાત્મ અને ધર્મની વાત પણ સમજમાં આવી શકશે નહીં. જ્યાં સુધી શરીરનો મોહ, કુટુંબનો મોહ અને રાગાત્મક ભાવ હોય ત્યાં સુધી અનૈતિક્તા, ભ્રષ્ટાચાર વગેરે પ્રવૃત્તિઓ કદી અટકશે નહીં. રાગ પર પ્રહાર કરવો જોઈએ
આ સત્ય આપણે બરાબર ગ્રહણ કરવું જોઈએ કે કાયોત્સર્ગ કર્યા વિના મુખ્ય મૂળ પર ઘા થઈ શકશે નહીં. કાયોત્સર્ગ કરનારે અને કરાવનારે એ ધ્યાન રાખવું જોઈએ કે - કાયોત્સર્ગ માત્ર શિથિલતા સુધીમાં ન અટકે પણ તે ભેદવિજ્ઞાનની ભૂમિકા સુધી જાય. કેમકે એ સ્થિતિએ જ રાગ પર પ્રહાર થાય. જ્યારે રાગ પર પ્રહાર થવા શરૂ થાય ત્યારે કાયોત્સર્ગ આગળ વધશે. એનું પરિણામ એ આવે કે આપણે પોતાના પોષણ માટે બીજાનું શોષણ કરી શકીશું નહીં, કોઈનું ગળું દબાવી શકીશું નહીં.
પ્રેક્ષાધ્યાન જીવનનું દર્શન છે, આધ્યાત્મિક સાધનાની પ્રક્રિયા છે. કાયોત્સર્ગથી અધ્યાત્મ શરૂ થાય છે. કાયોત્સર્ગ પર ખાસ ધ્યાન આપવાથી જ આપણે મૂળ કારણને પકડી શકીએ. કાયામાંથી ઉત્પન્ન થનારો રાગ ઓછો થવા લાગશે ત્યારે પ્રશ્નોનું સમાધાન એની મેળે મળી જશે. જેમ જેમ આ રાગભાવ ઓછો થશે તેમ તેમ ચેતનાનું રૂપાંતર થતું જશે અને આ બધા દોષોની ઉત્પત્તિ થવી અસંભવિત | થઈ જશે.
* * *
સમયસાર 9 164
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org