________________
૧૫ હિંસાનું મૂળ કારણ શું છે ? |
હું પ્રવચન કરવા માટે પ્રવચનખંડમાં આવ્યો. ત્યાં મેં ઘણા લોકોને જોયા, તેમની હિલચાલ જોઈ. કોઈ રૂમાલ ખોળી રહ્યું હતું. કોઈ નૉટ-પેન સંભાળી રહ્યું હતું. મારા મનમાં પ્રશ્ન ઊઠ્યો કે - આનું શું કારણ છે? આમ કરનારાઓએ તો કારણ પર ધ્યાન નહીં દીધેલું. કેમકે આ બધી એટલી તો સ્વાભાવિક પ્રવૃત્તિઓ છે કે તેમના કારણ પર ધ્યાન આપવાની જરૂર જ લાગતી નથી. પણ એની પાછળ કોઈ કારણ નથી હોતું એમ તો ન કહી શકાય. જો આપણે વિશ્લેષણ કરીએ તો પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ કોઈનું કોઈ કારણ જરૂર મળે. એ માણસ મોટું લૂછવા માટે રૂમાલ ખોળી રહ્યો હતો અને નોટબુક તથા પંન સંભારી રહ્યો હતો- પ્રવચનમાં આવનારી નવી વાતોની નોંધ કરવા માટે. આમ દરેક પ્રવૃત્તિનું કોઈ ને કોઈ કારણ, જરૂર હતું. જેટલા માણસો છે, જેટલી પ્રવૃત્તિઓ છે એમની પાછળ એટલાં જ કારણો છે. કારણનો સંબંધ
આપણી સ્થૂલ પ્રવૃત્તિઓની સાથે કારણ જોડાયેલું હોય છે. કેટલાંક કામ | એવા પણ હોય છે જેમની પાછળ કોઈ કારણ હોતું નથી. જે સ્વાભાવિક પરિણામ હોય છે એની પાછળ કોઈ કારણ હોતું નથી. અર્થપર્યાયની પાછળ કોઈ કારણ હોતું નથી. જેટલા વ્યક્ત થનાર પર્યાયો છે, સ્થૂલ પર્યાયો છે એમની પાછળ કારણ હોય છે. આપણે હંમેશાં કારણ તરફ ધ્યાન દેતા નથી પણ કારણ અવશ્ય હોય છે. અભ્યાસ એટલો થઈ જાય છે કે સહજ રીતે જ બધું કામ થઈ જાય છે. આપણું કંડીશનિંગ માઈન્ડ હોય છે. એક ટેવ પડી જાય છે અને એની મેળે કામ થતું જાય છે. પણ જો આપણે એના કારણનો વિચાર કરીએ તો કારણ મળી શકે. હિંસાનું કારણ
આ કાર્ય-કારણ સિદ્ધાન્તને આધારે જ્યારે આપણે હિંસા, અનૈતિકતા, અપ્રામાણિકતા, અસત્ય વગેરે-વગેરે આચરણો અને વ્યવહારો પર વિચાર કરીએ તો થોડી નવી વાતો જણાઈ આવે છે. હિંસા કરનાર કદી કારણ તરફ ધ્યાન આપતો નથી. પણ હિંસા એક કાર્ય છે એટલે એની પાછળ કારણ પણ છે. હિંસાથી દૂર તો એવો માણસ જ રહી શકે જે હિંસાના કારણ પ્રત્યે જાગૃત હોય. હિંસાનું કારણ શું ? એ પ્રશ્ન છે. જો આપણે સ્થૂળ દષ્ટિએ, લૌકિકભાવનાથી વિચારીએ તો હિંસાનાં ઘણાં બધાં કારણો આવી મળશે. પ્રશ્નવ્યાકરણ અને આચારાંગ સૂત્રમાં એમનું વર્ગીકરણ પણ મળે છે. માણસ રોજી-રોટી માટે હિંસા કરે છે. પૈસા કમાવાનાં સાધનો માટે હિંસા કરે છે. શરીરને સુંદર બનાવવા માટે હિંસા કરે છે. એવાં અનેક કારણો છે. કસૂરી મેળવવા માટે માણસ કસ્તુરી મૃગોને
સમયસાર ... 161
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org