________________
| નથી. મારવું એ હિંસા છે. નહીં મારવું એ દયા છે.
કોઈ વ્યક્તિ જીવાડવામાં નિમિત્ત બની શકે તો કોઈ મારવામાં નિમિત્ત બની શકે છે, પણ કોઈનું જીવવું કે મરવું એ તેના આયુષ્ય પર આધાર રાખે છે. મૂળ પ્રશ્ન ઉપાદાનનો છે. ઉપાદાન બદલ્યું કે ન બદલ્યું ? જો | ઉપાદાન ન બદલ્યું તો જીવાડવાથી શું થાય ? મારવાથી શું થાય ? નિમિત્તોને આધારે જ આપણે બધાં પરિણામો ન મેળવીએ. જો આપણે ઉપાદાન પર ધ્યાન ન આપીએ તો વૃત્તિઓને સુધારવાની વાત કદીય સમજાશે નહીં. વૃત્તિઓને બદલવા માટે ઉપાદાનને બદલવું જરૂરી છે. જ્યાં મૂર્છા થતી હોય; રાગ, દ્વેષ, મોહ અને લોભ પેદા થતા હોય ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે. મહાવીરે મુનિને માટે વિધાન કર્યું કે- તેણે જીવવાની આશા ન કરવી જોઈએ કે મરવાની આશા ન કરવી, કે મોતથી ન ડરવું. જ્યાં સુધી જીવવાની આશા મટશે નહીં, મૃત્યુનો ભય મટશે નહીં ત્યાં સુધી વૃત્તિ પરિવર્તનની વાત મૂર્ત નહીં થાય. વૃત્તિપરિષ્કારનો નિયમ
વૃત્તિ પરિવર્તન માટે આશાના ચક્રને તોડવું જરૂરી છે. ધ્યાન કરવાનો અર્થ શો છે ? શું માત્ર શ્વાસને જ જોવાનો છે ? શરીરને જ જોવાનું છે? ધ્વાસ અને શરીર એ તો એક આલંબન (આધાર) જ છે. ધ્યાનમાં આપણે જોવાનું એ છે કે આપણી સમગ્ર ચેતના શ્વાસમાં જ લાગેલી રહે. તેમાં ન તો રાગનો વિક્રય આવવો જોઈએ કે ન તો દેષનો વિકલ્પ. રાગ અને ઢિષના વિકલ્પોથી બચવા માટે શ્વાસનો આધાર લેવાય છે. જ્યાં લગી રાગ અને દ્વેષનો વિકલ્પ બદલાય નહીં ત્યાં સુધી વૃત્તિઓ બદલાશે નહીં. પ્રેક્ષાનો અર્થ આ જ છે કે - આપણી ચેતના માત્ર શુદ્ધ આલંબન પર ટકી રહે, એની સાથે રાગ-દ્વેષનો કોઈ વિકલ્પ ન જન્મે. પ્રેક્ષા કરવાનો અર્થ છે - આપણે વૃત્તિઓના મૂળ પર આઘાત કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે એમને પોષણ મળવું બંધ થઈ જાય છે ત્યારે એ ક્યાં સુધી ટકી શકે ? વૃત્તિઓના પરિવર્તન અને સુધારનો નિયમ છે કે - રાગ અને દ્વેષના ઉપાદાન કારણથી મુક્ત રહી જીવવું. આટલી જ વાત જો સમજાઈ જાય તો વૃત્તિ-પરિષ્કારનો નિયમ આપણા હાથમાં આવી જાય.
સમયસાર ૦ 157
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org