________________
જ્યાં સુધી અંદર ભયંકર ક્રોધ ભર્યો હોય ત્યાં સુધી આમ બનવાનો સંભવ નથી. જો ક્રોધ પ્રબળ હોય, કષાય પ્રબળ હોય તો ઘર નરક બની જાય છે. જ્યારે આ બધા ઉપશાંત થાય ત્યારે ઘર સ્વર્ગ બને છે. જ્યાં સુધી અંદરની આ ગાંઠો ઉકલે નહિ ત્યાં સુધી સામાજિક સંબંધોને સામાન્ય બનાવવા અને સફળ રીતે તેમનું આયોજન કરવું સંભવિત ન બને. તેથી | મનોવિજ્ઞાનને સમજવાની સાથે સાથે આત્મવિજ્ઞાનની ભૂમિકા સુધી પહોંચવું | જરૂરી છે. ધાર્મિકની પરીક્ષા
ગાંઠો કેમ ઉકલે ? એ પ્રશ્ન છે. એનો શો ઉપાય છે? માસે કહ્યું છે કે- જ્યાં વર્ગો થયેલા છે ત્યાં સંઘર્ષ જરૂર થવાના. કેમકે બધાયનાં પોતપોતાનાં હિત હોય છે. અને એમાં સુમેળ સાધવો એ ઘણું કઠણ છે. જેટલો સ્વાર્થ હોય એટલી જ ક્રૂરતા હોવાની. જેટલો લોભ હશે તેટલી જ કૂરતા હોવાની. કરુણાની ભાવના જ્યારે મરી જાય છે ત્યારે ક્રૂરતા પાંગરે છે. જેનામાં કરુણા ન હોય એ ધાર્મિક હોઈ શકે ખરો ? સંવેદના હોવી એ ધાર્મિકની પહેલી કસોટી છે. સંવેદનાને જગાડવાની વાત આવે ત્યાં આપણી સામે ધ્યાનની વાત આવે છે. ધ્યાન શા માટે ?
ભૂતકાળનો બોજ હલકો કરવા માટે, ભૂતકાળના સંગ્રહને ઓછો કરવા માટે અને ગાંઠોને ઉકેલવા માટે ધ્યાન જરૂરી છે. જો આપણને ભૂતકાળનો બોજ ન લાગતો હોય, અતીતના સંગ્રહનો અનુભવ ન થતો હોય તો ધ્યાનનો ઉપયોગ આપણને સમજાશે નહિ. આપણે ત્રણ ગુપ્તિઓની સાધના કરવી જોઈએ. આપણે જો મનોગુપ્તિ, કાયગુપ્તિ અને વાફગુપ્તિ કરીએ તો ભૂતકાળના સંઘરાનો ભાર આપણા મસ્તક પર ટકી શકશે નહિ.. ધ્યાન કરનાર વ્યક્તિના મનમાં મૈત્રી અને કરુણા જાગે છે. આ બધી વાતો અપ્રવૃત્તિમાંથી નીકળેલી પ્રવૃત્તિ છે, અને તે સમાજ માટે ઘણી કલ્યાણકારી હોય છે. આ બધાના સંદર્ભમાં આપણે વિચારીએ કે ધ્યાન શા માટે કરવું? આનું સમાધાન એની મેળે જ મળશે અને એ સમાધાન હશે- અંદર જે મેલ ભેગો થયો છે તેના રેચન માટે ધ્યાન છે, ગાંઠોને ઉકેલવા માટે છે ધ્યાન, ભૂતકાળનો ભાર હલકો કરવા માટે છે ધ્યાન.
* * *
સમયસાર, 142
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org