________________
થાય છે ત્યારે ત્યારે આપણી વૃત્તિઓને પોષણ મળે છે.
આપણે કર્મસિદ્ધાંતની દષ્ટિએ વિચારીએ તો કર્મના જેટલા બંધ, કર્મનું જેટલું અસ્તિત્વ આપણી અંદર હોય એટલી જ વૃત્તિઓ અને સંસ્કારોનાં કેન્દ્રો આપણા મગજમાં હોય છે. કર્મનું જે સ્પંદન આવે છે તે આપણા મગજને અસર કરે છે, અને વૃત્તિઓ ઉત્પન્ન થતી જાય છે. આ વૃત્તિઓને બે મૂળ વૃત્તિઓમાં પણ સમાવિષ્ટ કરી શકાય અને જરૂર પડે તો વિસ્તાર પણ કરી શકાય છે. પરિષ્કારનો માર્ગ
આપણે રાગ અને દ્વેષના પરિષ્કાર (સાફ કરવા-દૂર કરવા) માટે | ધ્યાન કરીએ છીએ. પણ એકસાથે એમનો પરિષ્કાર કરવો કઠણ છે. પરિષ્કારની ક્રિયા સતત ચાલતી રહે એ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે વૃત્તિઓ છે, આસ્રવ છે, એમને પોષણ મળી રહ્યું છે, અને ઓછું કેમ કરવું ? કઈ રીતે બંધ કરવું ? એનો રસ્તો છે સંવર. શરીર, મન અને વાણી પોષણ મળવાનાં માધ્યમો છે. આપણે એ ત્રણેયને બંધ કરવાં જોઈએ. કાયોત્સર્ગ કરીએ. એથી શરીરની સ્થિરતા વધશે અને બંધ ઓછો થવા માંડશે. વૃત્તિઓને પોષણ મળવું બંધ થશે. મૌનનો અભ્યાસ કરીએ. તેથી વાણીનો સંયમ થશે. વૃત્તિઓને પોષણ પૂરું પાડનાર બીજો રસ્તો બંધ થશે. મનોગુપ્તિ કરીએ, જ્યોતિ કેન્દ્ર પર ધ્યાન કરીએ. એથી મન એકાગ્ર થશે. મનનું સંવરણ થઈ જશે. વૃત્તિનું પોષણ કરનાર ત્રીજો માર્ગ પણ બંધ થઈ જશે. શરીર, વાણી અને મન એ ત્રણેય માર્ગ બંધ થઈ જવાથી વૃત્તિઓને પોષણ મળવું બંધ થઈ જાય છે. વૃત્તિઓના પ્રવાહ સૂકાવા માંડે છે અને એમનો પરિષ્કાર થઈ જાય છે.
* * *
સમયસાર o 149
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org