________________
| દષ્ટિએ આપણે જોઈએ તો વૃત્તિઓ બે જ છે- રાગવૃત્તિ અને કેષવૃત્તિ. | આનો ગમે તેટલો વિસ્તાર કરી શકાય આના કરતાં વધારે ભેદ પણ થઈ | શકે. આ બધું વર્ગીકરણ અમુક અપેક્ષાને આધારે થાય છે. બીજી ભાષામાં કહીએ તો મૂળ મનોવૃત્તિઓ બે જ છે- પ્રિયતા અને અપ્રિયતાની મનોવૃત્તિ. સમયસારમાં કહેવાયું છે કે- જે ભાવો રાગને લીધે થાય છે તેમને લીધે જીવ બંધ કરે છે. જે ભાવ રાગ વગેરેથી મુક્ત છે તે બંધનકારક નથી.
भावो रागादिजुदो, जीवेण कदो दु बंधगो भणिदो ।
रागादि विप्पमुक्को, अबंधगो जाणगो णवरि ॥ વૃત્તિ એ જ છે બંધ જ વૃત્તિઓ કઈ રીતે બને છે?- આ એક પ્રશ્ન છે. એક છે આસ્રવ | અને એક છે બંધ. રાગ અને દેશની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. એની સાથે મોહનીય કર્મ જોડાયેલું હોય છે, આમ્રવથી એને પોષણ ળતું રહે છે અને તેથી માણસ બંધાતો ચાલ્યો જાય છે. વસ્તુતઃ વૃત્તિ એ બંધન છે અને એ છે રાગાત્મક પરિણતિ અને દેશાત્મક પરિણતિ. બંધ બે પ્રકારનો હોય છે? રાગને લીધે થતો બંધ અને દ્વેષને લીધે થતો બંધ. આમ્રવને લીધે એમને | નિરંતર પોષણ મળતું રહે છે, સંચય થતો જાય છે, વૃત્તિઓ બનતી જાય | છે. આપણા જેટલા પ્રભાવિત વ્યવહારો છે તે બધાય આ વૃત્તિઓને લીધે થાય છે.
रागम्हि दोसम्हि य कसाय कम्मेसु चेव जे भावा ।
तेहिं दु परिणमंतो रागादी बंधदे चेदा ।।। પ્રવૃત્તિની પ્રેરણા
વૃત્તિને લીધે થાય છે પ્રવૃત્તિ. જો રાગ અને દ્વેષ ન હોય તો આપણી પ્રવૃત્તિઓ કેટલી મર્યાદિત થઈ જાય ! કોઈ માણસ ઘણી પ્રવૃત્તિ કરે છે. પ્રશ્ન એ થાય કે- એની પ્રેરણા કયાંથી આવે છે ? (તો ઉત્તર છે કે) વૃત્તિઓ જ પ્રેરણા છે. એમને આધારે રાગાત્મક અને દ્વેષાત્મક પ્રવૃત્તિઓ થાય છે. જ્યારે જ્યારે રાગ અને દ્વેષ તીવ્ર બને છે ત્યારે માણસની બુદ્ધિ કરી જાય છે. મગજ ખરાબ થઈ જાય છે. ભાવ જ્યારે રાગ, દ્વેષ અને મોહના સંપર્કમાં અજ્ઞાનમય થાય છે ત્યારે માણસ મિથ્યા આચરણ કરે છે.
જ્યારે તેનો ભાવ રાગ, દ્વેષ અને મોહથી છૂટો પડે છે ત્યારે આચરણ સમ્યફ થાય છે.
સમ્યક ચારિત્ર અને મિથ્થા ચારિત્ર એ બન્નેની પાછળ મૂળ કારણરૂપે
સમયસાર 6 147
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org