________________
૧૩. મૂળભૂત મનોવૃત્તિઓ
માનસિક ચિકિત્સાની એકસો પચાસ પદ્ધતિઓ છે. એમાંની એક છેવ્યવહારવાદી પદ્ધતિ. આ પદ્ધતિ અનુસાર કોઈ પણ માણસ સારો પણ હોતો નથી અને ખરાબ પણ હોતો નથી. બાળક જન્મે ત્યારે એ સારુંય હોતું નથી કે ખરાબ પણ હોતું નથી. એને જેવું વાતાવરણ મળે, જેવી પરિસ્થિતિ મળે એને અનુરૂપ તે સારું કે ખરાબ થઈ જાય છે. વ્યવહારવાદી પદ્ધતિનો મત
વૉટ્સને કહ્યું છે કે- જો મને વાતાવરણ ઉપર પૂરો કાબૂ મળી જાય તો હું ધારું તેવું વ્યક્િતત્વ નિર્માણ કરી શકું. આ મત વ્યવહારવાદી પદ્ધતિનો છે. જો આપણે આત્મવિજ્ઞાનની દષ્ટિએ વિચારીએ તો કોઈ નવી જ વાતો આપણને જણાશે. જો માણસ જન્મથી સારો કે ખરાબ ન હોય તો ભૂતકાળના ભાર અને સંગ્રહની આખી વાત વ્યર્થ થઈ જશે. ભૂતકાળ સાથે | આપણો કોઈ સંબંધ જ નહિ રહે. જેવું વર્તમાનનું વાતાવરણ હશે, જેવી વર્તમાનની પરિસ્થિતિ હશે એવું આપણું નિર્માણ થશે. જો એવું વ્યક્િતત્વ અસ્તિત્વમાં આવી જાય કે જે સારું કે ખોટું કશુંય ન હોય તો એ દુનિયાનું એક મોટું આશ્ચર્ય થઈ જાય. પણ એવું બનતું નથી. પરિસ્થિતિઓ ઉદ્દીપન કરી શકે, વાતાવરણ નિમિત્ત બની શકે પણ મૂળકારણ ન હોય તો એનો કોઈ પ્રભાવ પડે નહિ. નિમિત્ત અને મૂળ કારણ
ઉદ્દીપન અને નિમિત્ત હોય એ એક વાત છે, અને મૂળ કારણ હોવું એ બિલકુલ ભિન્ન વાત છે. જો મૂળ કારણ જ ન હોય તો ઉદ્દીપન કોનું થાય ? કોનું વાતાવરણ હોય ? આ પરિસ્થિતિમાં આત્માના અસ્તિત્વનો પ્રશ્ન પણ ઊભો થશે. આત્માનું પોતાનું કર્તાપણું પણ કંઈ નહિ રહી શકે. વ્યક્તિના હાથમાં કશુંય નહિ હોય. નહિ આત્મા હોય કે આત્માનું કર્તુત્વ હોય. બધુંય પરિસ્થિતિના હાથમાં હશે.
સાંખ્ય દર્શન આત્માને માને છે પણ એમ મનાય છે કે બંધ અને મોક્ષ બધુંય પ્રકૃતિમાં થાય છે. આત્મા તો બિલકુલ શુદ્ધ, બુદ્ધ અને મુક્ત રહે છે. જો સાંખ્ય દર્શનની આ વાત સ્વીકારીએ તો વૉટ્સનની વાત માત્ર ભૌતિક જગતને જ લાગુ પડશે. આત્માને લાગુ પડશે નહિ. જો આપણે
સમયસાર o 14
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org