________________
આત્માને પરિણામી માનીએ તો વૉટ્સનની વાત નહિ સમજાય. જો આપણું કંઈ પણ ન હોય તો આપણે પરિસ્થિતિના હાથનું પૂતળું જ રહ્યા ! જેવી પરિસ્થિતિ મળી હોય એવા જ આપણે બની જઈએ, એટલે આપણું કોઈ અસ્તિત્વ જ નહિ. આ વાત ન સમજાય એવી છે.
આનુવંશિકી વિજ્ઞાનનું અનુમોદન (સ્વીકાર)
કોઈપણ માણસ વૃત્તિ વિનાનો હોતો નથી. પ્રત્યેક વ્યક્તિમાં જન્મથી જ સારી કે ખોટી કોઈ ને કોઈ વૃત્તિ અવશ્ય હોય. દરેક માણસ પોતાની વૃત્તિઓ સાથે જ જન્મે છે. આજના આનુવંશિકી વિજ્ઞાન (જેનેટિક સાયન્સ)માં આ જ વાત કહેવાઈ છે કે- દરેક માણસ પોતાના પૈતૃક સંસ્કારો લઈને જન્મે છે, ગુણસૂત્ર અને જીન સાથે જન્મે છે. વર્તમાન વિજ્ઞાને પૈતૃક ગુણોની વાતને સ્વીકૃતિ આપી છે. જો આપણે કર્મ-સિદ્ધાંતને આધારે ચાલીએ તો આનાથી આગળની વાતને સ્વીકૃતિ મળશે. ભૂતકાળની વાતને સ્વીકૃતિ મળશે.
જે કોઈ વ્યક્તિ જન્મ લે છે તે સારાપણાની કે બૂરાઈનાં બીજોની સાથે જન્મે છે એ વાત પ્રમાણસિદ્ધ લાગે છે. પોતાની થાતી, પોતાની પરંપરા, પોતાની વિરાસત, પોતાની પૈતૃક સંપત્તિ સાથે લઈ આવે છે અને એની સાથે પોતાના જીવનનો આરંભ કરે છે.
જીવનમૂલક પ્રવૃત્તિ : મૃત્યુમૂલક પ્રવૃત્તિ
ભલાઈ અને બૂરાઈ એ બેય પ્રકારની વૃત્તિઓ દરેક વ્યક્તિની પાસે રહે છે એ વાત સાચી છે. વૃત્તિઓ બે જ છે- એક ભલાઈની અને એક બૂરાઈની. આ વાતને આ ભાષામાં પણ કહી શકાય- એક છે રાગની વૃત્તિ અને એક છે દ્વેષની વૃત્તિ. મનોવિજ્ઞાનમાં જે વૃત્તિઓ વિસ્તૃત રૂપે બતાવી છે તે સાપેક્ષ વાત છે. અપેક્ષા અનુસાર વૃત્તિઓના ગમે તેટલા પ્રકાર કરી શકાય છે. ફ્રોઈડે ખૂબ પૃથક્કરણ કર્યા પછી પોતાની પૃથક્કરણવાદી પદ્ધતિમાં બતાવ્યું છે કે વાસ્તવમાં બે જ વૃત્તિઓ છે- જીવનમૂલક પ્રવૃત્તિ અને મૃત્યુમૂલક પ્રવૃત્તિ. બાકીની બધી પ્રવૃત્તિઓ આ બેના વિસ્તાર રૂપે જ છે. ભૂખ, કામવૃત્તિ, તૃષા વગેરે વગેરે જીવન-મૂલક પ્રવૃત્તિઓ છે. વિરોધ, ઝઘડો, કજિયો વગેરે વગેરેનો મૃત્યુ-મૂલક પ્રવૃત્તિઓમાં સમાવેશ થઈ જાય છે.
રાગ ભાવને લીધે બંધ થાય છે
મૂળભૂત પ્રવૃત્તિઓ છે- જીવિતાશંસા અને મરણાશંસા, કર્મશાસ્ત્રની
Jain Educationa International
સમયસાર
146
For Personal and Private Use Only
www.jainelibrary.org