________________
આપણે સામાન્ય કઈ રીતે માની શકીએ? આ એક મોટી સમસ્યા છે. જ્યાં કષાયનું આટલું બધું ઉદીપન હોય ત્યાં સામાન્યની વાત કઈ રીતે કરવી ? સંબંધોમાં સામંત્ય સાધીને એમને મીઠા રાખવા એ કઠણ વાત છે. કષાયોનો ચૂલો જ્યાં સતત સળગતો રહેતો હોય એ સ્થિતિમાં સંબંધોની મીઠાશ કઈ રીતે સચવાઈ રહે ? મોટો પ્રશ્ન એ છે કે આપણું વ્યક્તિત્વ સામાન્ય કઈ રીતે બનેલું રહી શકે ? જો ભૂતકાળનો ભાર ઓછો હોય તો કંઈ ફેર પડી શકે. રૂટ માન્યતાઓ શા માટે ?
સામાન્ય વ્યકિતત્વની બીજી કસોટી છે- ભૂતકાળનો સંગ્રહ ઓછો હોય છે. આપણે મગજને કેટલું ભરી રાખ્યું છે ! ધારણાઓ, માન્યતાઓ અને કલ્પનાઓનો મોટો ઢગલો થઈ ગયો છે. સમાજમાં કેટલી બધી રૂઢ માન્યતાઓ ચાલી રહી છે ! પતિનું મૃત્યુ થાય અને પત્ની ને રુએ તો લોકો શું કહેશે ? સમાજ કહેશે કે- આ તો મારવા જ માગતી હતી. એને કશુંય દુઃખ જ નથી. સમાજની આ માન્યતાથી ડરીને પણ લોકો રહેતા હોય છે. એ રોવું કંઈ દુઃખનું રોવું નથી. એ તો છે ધારણાઓનું રુદન, સામાજિક માન્યતાઓનું રુદન. જો ન રોવાય તો ઠીક ન લાગે ! આવી અનેક સામાજિક રૂઢિઓ આપણે બનાવી રાખી છે. પ્રદર્શન કરવાની ભાવના શા માટે ?
પ્રદર્શન કરવાની ભાવના કેમ ચાલે છે? સમાજમાં મોટાઈના કેટલાક માપદંડ બનેલા છે. એ માપદંડો અનુસાર બધું થતું હોય તો વ્યક્તિ મોટો માણસ ગણાય છે. આ ન થતું હોય તો માણસ સાધારણ ગણાય. આ મોટાઈના માપદંડ અને એને આધારે પ્રદર્શન અને સામાજિક કુચેતનાઓ | બરાબર ચાલી રહી છે. એક ભાઈએ એમના થનાર વેવાઈને કહ્યું- “હું દહેજ લેવાના પક્ષમાં નથી. પણ જો આપ કંઈ નહિ આપો તો એમાં | હલકાઈ આપની જ જણાશે. આ કારણે જ એક સામાજિક માન્યતા થઈ | ગઈ છે. અને એની સાથે સાથે વ્યકિતની અંદરનો લોભ પણ બોલતો હોય છે. આ બધો ભૂતકાળનો સંગ્રહ, વિચારોનો સંગ્રહ, ધારણાઓનો સંગ્રહ એટલો ભારે થઈ ગયો છે કે માણસ એની નીચે દબાતો જાય છે. આ સ્થિતિમાં આપણું વ્યક્િતત્વ સામાન્ય છે એમ આપણે કઈ રીતે માનીએ? ભૂતકાળનાં સંગ્રહને ઓછો કર્યા વિના સામાન્ય વ્યક્તિત્વની કલ્પના સંભવતી નથી.
સમયસાર 0 140
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org