________________
| આશ્રિત સંબંધીઓ સાથેનો સંબંધ કેવો છે? ધ્યાનથી જોતાં ખબર પડે છે કે- જેવો હોવો જોઈએ એવો સંબંધ તો ઘણો ઓછો છે. શરૂશરૂમાં થોડો મીઠો સંબંધ હોય છે. પછી ધીમે ધીમે સંબંધોમાં કટુતા આવતી જાય છે. જેમ જેમ સ્વાર્થવૃત્તિ વિસ્તરતી જાય છે તેમ તેમ સંબંધો કડવા થતા જાય છે અને એક વખત એવો આવે છે કે આ સંબંધ એક જોખમ બની જાય છે, ભય બની જાય છે. માનસિક તાણનું કારણ બની જાય છે. સામાન્ય વ્યક્િતત્વની કસોટી :
અર્નેસ્ટ જોન્સ સામાન્ય વ્યક્તિત્વની ત્રણ કસોટીઓ બતાવી છેઆત્મિક આનંદ મનની કાર્યક્ષમતા સામાજિક સંબંધોનું સફળ આયોજન- સામાજિક સંબંધોમાં સારી રીતે સુમેળ બેસાડી લેવો.
જે કોઈ આવું જીવન નથી જીવતો તે અસામાન્ય (Abnormal) જીવન જીવતો હોય છે. સામાન્ય (Normal) વ્યકિતત્વ આ ત્રણ કસોટીઓના આધારે જાણી શકાય.
આત્મ-વિજ્ઞાન અનુસાર જોઈએ તો સામાન્ય વ્યક્િતત્વની પહેલી કસોટી છે- ભૂતકાળના ભારથી મુક્ત હોવું તે. જે વ્યકિત ભૂતકાળના ભારથી વધુ પડતી લદાયેલી નથી તે સામાન્ય વ્યક્િત છે. પોતે કરેલાં કાર્યોના ભારની ગાંઠડી એવી તો ભારે હોય છે કે માણસ એનાથી દબાતો જાય છે, અસામાન્ય થતો જાય છે. જેને માથે ભૂતકાળનો ભાર ઓછો હોય છે તે સામાન્ય વ્યક્તિ હોય છે. દરેક વ્યકિતમાં સંસ્કારો હોય છે. કોઈ પણ માણસ એવો નથી કે જે સંસ્કારોથી પર જીવન જીવતો હોય. માત્ર વીતરાગ જ એવો માણસ હોઈ શકે. વીતરાગ એક એવી ઊંચાઈએ પહોંચેલી ચેતના છે, જ્યાં પહોંચ્યા પછી બધા સંસ્કારો પૂરા થઈ જાય છે (ધોવાઈ જાય છે). આવી અવસ્થામાં ભૂતકાળનો કોઈ સંસ્કાર રહેતો નથી અને વર્તમાનમાં કોઈ નવો સંસ્કાર બનતો નથી. જે કંઈ બહારથી આવે છે તે ચાલ્યું જાય છે. પારિભાષિક શબ્દોમાં આપણે એને ઈર્યાપથિકી ક્રિયા કહી શકીએ. એનો અર્થ થાય- રેત આવી અને નીચે પડી ગઈ. વળગી શકી નહિ. એ તો ત્યારે વળગે, જો ચીકણાશ હોય કે માટી ભીની હોય તો તે ચોંટી જાય છે.
સમયસાર ... 138
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org