________________
| શાંત થતા જશે. એક બાજુ છે આવેશની ચેતના અને બીજી બાજુ છે , શાંતિની ચેતના, ઉપશમનની ચેતના. એટલે કે ક્રોધનું ઉપશમન, અહંકારનું ઉપશમન અને લોભનું ઉપશમન. ઉભરાતા દૂધમાં પાણીનો છાંટો નાખ્યો કે ઉપશમન થઈ જાય. પાણીનો આ છાંટો અધ્યાત્મની ચેતના છે, ધર્મની ચેતના છે. સમસ્યાનું કારણ
મુશ્કેલી એ છે કે આજે બાળકોમાં ધર્મ અને અધ્યાત્મની ચેતના જાગૃત કરવાનો કોઈ પ્રયત્ન જ કરાતો નથી. અને મોટા માણસોમાં પણ એને જાગૃત કરવાનો પ્રયત્ન થતો નથી. આ આવેશોનું શમન કઈ રીતે થાય એની આપણને ખબર પણ નથી. આવેગોના શમનની પદ્ધતિની આપણને ખબર નથી. ધર્મ પણ જો ચાલતો હોય તો તે માત્ર રૂઢિના રૂપે જ ચાલે છે. મંદિર, મસ્જિદ, સ્થાનક વગેરે બનેલાં છે તેમાં જાઓ અને રૂઢિ પ્રમાણે ક્રિયાકાંડ કરો, પણ પોતાની વૃત્તિઓ કઈ રીતે બદલાય? આ આવેશને કેમ કરી ઓછા કરાય ? એ માટે શો ઉપાય છે ? એ વાત નથી તો બતાવાતી કે નથી તો એને જાણવાનો પ્રયત્ન થતો. કોઈ માણસ ધર્મ કરતાં કરતાં ૫૦-૬૦ વર્ષનો થઈ જાય, પણ જ્યારે એને પૂછીએ કે, ભાઈ! તમારામાં શો ફેર પડ્યો ? તો એનો ઉત્તર હોય છે. પહેલાં હું જવાન હતો ત્યારે ગુસ્સો ઓછો આવતો હતો. હવે ઘરડો થઈ ગયો છું તેથી સંયમ કરવાની શક્તિ પણ રહી નથી તેથી વધારે ગુસ્સો આવે છે. મેં એ પણ જોયું છે કે ઘરડા માણસોમાં લાલચ અને લોભની વૃત્તિ પણ ઘણી હોય છે. એ માનતા હોય છે કે જેટલું ભેગું થાય એટલું કરી લો. પછી મરવાનું તો છે જ. તેમ જે નાડીઓનું તંત્ર શિથિલ થતું જાય છે તેમ તેમ સંયમની શક્તિ પણ ઓછી થતી જાય છે. આવેશો વધારે જોરથી વધતા જાય છે. દીર્થ ગ્લાસનો પ્રયોગ એ આનો ઉપાય છે
આ આવેશોને ઓછા કરવાનો રસ્તો કરવો જોઈએ. જો આપણી પાસે ચાવીઓ હોય તો આપણે તાળું ખોલી શકીએ. દીર્ઘ શ્વાસનો પ્રયોગ આનો ઉપાય છે. લાંબો શ્વાસ લઈએ તો આવેશ શાંત થઈ જશે. ક્રોધ, અહંકાર અને લોભના આ આવેશો દીર્ઘશ્વાસના પ્રયોગથી શાંત થાય છે. માણસ ટૂંકા શ્વાસ લે ત્યારે જ ક્રોધ આવે છે, અથવા જ્યારે ક્રોધ આવે છે ત્યારે તે સ્વાસ ટૂંકા કરી નાખે છે. સાધારણ સંયોગોમાં શ્વાસની જે સંખ્યા ૧૫/૧૬ હોવી જોઈએ તે ક્રોધની સ્થિતિમાં વધતી જઈને એક સેકંડમાં
સમયસારુ o 116
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org