________________
તાણ જોવી હોય તો આ અધિકારીનો ચહેરો જોવો. તાણ (તળાવ)ની વ્યાખ્યા કરવાની જરૂર નહિ હોય. આ ક્રોધનો પ્રશ્ન ઘણો વ્યાપક છે. હું માનું છું કે આ એક જન્મજાત- જન્મગત (અસ્તિત્વ)માં રહેલી સમસ્યા
અહંકાર તોડે છે.
જેમ કૌટુંબિક જુદાઈમાં ક્રોધના આવેશ મુખ્ય કારક તત્ત્વ બને છે. તે જ પ્રમાણે અહંકારનો પણ પારિવારિક વિઘટનમાં ઓછો હિસ્સો નથી. એક વ્યક્િતનો અહંકાર આખા કુટુંબની સ્થિતિને અસ્થિર બનાવી દે છે. અહંકારી માણસ બીજાઓની વાત સાંભળતોય નથી કે માનતોય નથી. એ પોતાની અહંકારી મનોવૃત્તિને જ પોષતો રહે છે. અને પોતાના મનમાં જે | ફાવે તે જ તે કરે છે. સાંભળવા પ્રમાણે માણસ અહંકારમાં બીજા લોકોને
ત્યાં સુધી કહે છે કે તે જેટલું અનાજ ખાધું છે એટલું તો મેં મીઠું (લુણ) ખાધું છે. મને શું સમજે છે તું? અહંકારનો આ આવેશ ઘણો ભયંકર હોય છે. અહંકારી માણસમાં પુરુષાર્થનું પ્રમાણ ઓછું હોય છે અને અકર્મણ્યતા વધારે હોય છે. બેકારપણું વધારે હોય છે. જ્યારે અહંકાર જાગે છે ત્યારે માણસનું ઉદ્યમીપણું સૂઈ જાય છે. ક્રોધ અને અહંકાર એ બેય પ્રકારના આવેશ માણસને ઘણો નીચો પાડે છે. આવેશ કદીય સાંધતો નથી પણ તોડે છે. અહંકારી માણસ પોતાને જ શ્રેષ્ઠ માની વ્યવહાર કરે છે. એ શી રીતે જોડે ? જ્યાં હું જ શ્રેષ્ઠ છું અને બીજાઓ નીચા છે, હીન છે એવું હોય ત્યાં બીજા લોકો શી રીતે જોડાય ? અકડુપણું અને પકડ (હઠ)
આ આવેશો કૌટુંબિક અને સામુદાયિક જીવન જીવવામાં ઘણી ખલેલ પાડે છે. સામુદાયિક તેમજ સારુ કૌટુંબિક જીવન એવો માણસ જ જીવી શકે જેનામાં નમ્રતા હોય, અને અહંકારનો આવેશ ન હોય. જે માણસ મોટો હોવા છતાંય નમ્ર હોય એનું જીવન જ શાંતિમય હોય છે. રાજસ્થાન અકડુપણામાં જાણીતું રહ્યું છે. મારવાડ પણ અકડુપણામાં પ્રસિદ્ધ છે. અકડ અને પકડ બને અહીંના લોકોના સ્વભાવનાં અંગ બનેલાં છે. એ લોકો જે વાતને પકડી લે છે તેને છોડતા નથી.
રાજસ્થાની ભાષાનો એક પ્રસિદ્ધ દુહો છેतुम आवो डग एक तो हम आएं अट्ठ | तुम हमसे करड़े रहो तो हम हैं करड़े लट्ठ ।।
સમયસાર • 114
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org