________________
લ, શાંતિમય સહવાસ કઈ રીતે થાય ?
આપણા જીવનના શબ્દકોષમાંનો સૌથી મૂલ્યવાન શબ્દ છે- શાંતિ. | જો એ શબ્દ કાઢી નાંખવામાં આવે તો આપણું જીવન પણ બચશે નહિ. અને જો બચે તો એવું બચે કે જેને જીવવાનું કોઈ પસંદ ન કરે. પૈસા અને ભોજનનું, ઘર અને કપડાંનું કે બીજા પદાર્થોનું મૂલ્ય ત્યારે જ હોય જ્યારે મનમાં શાંતિ હોય. શાંતિ ન હોય તો બધાંય મૂલ્યો નિરર્થક થઈ જાય. થોડાક દિવસો પહેલાં હું એક પરિવાર સાથે વાતચીત કરી રહ્યો હતો. માતાએ પુત્ર તરફ આંગળી કરીને કહ્યું- મહારાજ ! મારા દીકરાને ગુસ્સો ખૂબ આવે છે. એ ઓછો કઈ રીતે થાય ? જ્યારે ક્રોધનો આવેગ આવે છે ત્યારે તે કાબૂ બહાર જતો રહે છે. બેહાલ થઈ જાય છે. જ્યારે જ્યારે આને ગુસ્સો આવે છે ત્યારે આખા કુટુંબનું વાતાવરણ અશાંત થઈ જાય છે. માણસને જ્યારે આવેગ આવે ત્યારે એને પોતાને કદાચ સારું લાગતું હોય, પણ બીજાઓને એ બિલકુલ સારું લાગતું નથી. ખરે જ, શાંતિ ન હોય તો કુટુંબની સ્થિતિ ગરબામાં પડી જાય છે. ક્રોધ અને કોધી
આ બે શબ્દો જુઓ- ક્રોધ અને ક્રોધી. ક્રોધ એક આવેશ છે. અને ક્રોધી એટલે ક્રોધ કરનાર. જ્યારે ક્રોધ ભયજનક સ્થિતિએ પહોંચે તે સમયે માણસ ક્રોધી નહિ બલ્બ પોતે ક્રોધ જ બની જાય છે.
સમયસારનું એક સૂત્ર છેकोहुवजुत्तो कोहो, माणवजुतो माणमेवादा ।
माउवजुत्तो माया, लोहुवजुत्तो हवदि लोहो ।। ક્રોધમાં આવેલો આત્મા ક્રોધ છે. અભિમાનમાં આવેલો આત્મા અભિમાન છે. માયામાં રહેલો આત્મા માયા છે અને લોભમાં પડેલો આત્મા લોભ છે.
જ્યારે આત્મા ક્રોધમાં આવી જાય ત્યારે તે પોતે જ ક્રોધ બની જાય છે. કોઈ કોઈ વખત ક્રોધનું એવું ભયાનક રૂપ આવે છે કે માણસનું આખું | શરીર ક્રોધમય (ક્રોધભર્યું) બની જાય છે. રાજસ્થાન પોલીસ એકેડેમીમાં | પ્રેક્ષાધ્યાન શિબિર ચાલી રહી હતી. તેમાં પોલીસ ખાતાના અનેક ઉચ્ચ અધિકારીઓ ભાગ લઈ રહ્યા હતા. તેમાં એક સબ-ઈન્સ્પેકટર હતા. તે ક્રોધની સમસ્યાથી હેરાન થઈ રહ્યા હતા. એમને જોતાં લાગતું કે જો કોઈએ
સમયસાર ... 118
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org