________________
નથી કરતો. જો આ પ્રમાણે કર્તા-અકર્તા એ બે વાતોનો મેળ બેસાડી લઈએ | તો આ પ્રશ્ન ઉકલી જાય, અને આગ્રહની વાત પૂરી થઈ જાય. આત્મા શુદ્ધ છે કે અશુદ્ધ ?
પ્રશ્ન એ છે કે- આત્મા શુદ્ધ છે કે અશુદ્ધ ? બદ્ધ છે કે મુક્ત ? આ પ્રશ્ન અંગે એક જ પ્રકારનો દષ્ટિકોણ નથી. કેટલાક માને છે કે | આત્મા શુદ્ધ બુદ્ધ અને અલિપ્ત છે. અને કેટલાક માને છે કે આત્મા શુદ્ધ નથી. તે બંધાયેલો છે. આ બે વચ્ચે મેળનું સૂત્ર શોધીએ.
આત્મા શુદ્ધ બુદ્ધ અને અલિપ્ત છે, સુખ-દુઃખનાં બંધનોથી મુક્ત છે. પણ આ તો ત્યારે જ હોય જ્યારે આત્મા પરમાત્મા બની જાય. આત્મા પોતાના સ્વરૂપની દષ્ટિએ શુદ્ધ હોઈ શકે પણ હજી તે શુદ્ધ નથી, બંધનમાં બંધાયેલો છે. કર્મનું બંધન, મોહનું બંધન, મિથ્યાપણાનું બંધન- આ બધાં બંધનોથી બંધાયેલો આત્મા શુદ્ધ નથી
अण्णाई परिणामा तिणि मोहजुतस्स ।। मिच्छत्तं अन्नाणं अविरदिभावो य णादब्यो ।। एदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो । जं सो करेहि भावं उवओगो तस्स सो कत्ता ।।
ગંગાનું પાણી નિર્મળ અને પવિત્ર છે. પણ એમાં ફેકટરીઓનો ગંદો, કચરો મળી ગયો. એ પાણી શું નિર્મળ હોય ? જ્યાં સુધી એ પાણી શુદ્ધ ન કરાય ત્યાં સુધી એ નિર્મળ ન થઈ શકે. આપણે માની લેવું જોઈએ કે | આપણો આત્મા તેના સ્વરૂપે જ શુદ્ધ છે, પણ અત્યારે તે શુદ્ધ નથી. એમાં | | મોહ અને અજ્ઞાનનું ગંદું પાણી મળેલું છે. અનાગ્રહ ચેતના
સામંજસ્ય (મળ)નું સૂત્ર (નિયમ) છે અનાગ્રહ (આગ્રહને પકડી ન રાખવો તે). પકડ ન હોય તો મેળ થવાનો સંભવ રહે. આપણે આમ વિચારવું જોઈએ કે- નિશ્ચયનયની દષ્ટિએ આત્મા નિર્મળ છે, પણ વ્યવહારનયની દષ્ટિએ આત્મા નિર્મળ નથી. જો આત્મા નિર્મળ હોય તો માણસનો બધોય નિર્ણય જ જુદો હોય. પવિત્ર આત્મામાંથી વિકત દષ્ટિ, વિકૃત ચિંતન અને વિકત નિર્ણય ન આવે. અપવિત્ર આત્મામાંથી જ એ | આવે. જ્યાં અપવિત્રતા કે મલિનતા હોય ત્યાં જુદો જ નિર્ણય હોય. જ્યાં લોભ હોય, ક્રોધ હોય ત્યાં ચેતના મલિન થઈ જાય છે. જ્યાં ચેતના મલિન થાય ત્યાં નિર્ણય અને નિષ્કર્ષ બદલાઈ જાય. પ્રશ્ન આ છે કે ક્રોધ ચેતના,
સમયસાર ૦ 125
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org