________________
લોભ-ચેતના વગેરે વગેરે ચેતનાઓ જાગતી રહે તેથી આત્માનું ચિંતન, નિર્ણય. નિષ્કર્ષ બધુંય ખોટું અને વિકૃત થતું જાય છે. આત્મા શુદ્ધ જ છે કે આત્મા અશુદ્ધ જ છે એવા એકપક્ષીય આગ્રહથી આપણે આ વાતને ન સ્વીકારવી જોઈએ. એકપક્ષીય આગ્રહને છોડીએ તો જ સમતા સ્થાપિત કરી શકાય. આ છે અનાગ્રહની ચેતના, સામંજસ્યની ચેતના કે સ્વરૂપની દષ્ટિએ આત્મા શુદ્ધ છે પણ વર્તમાન અવસ્થાની દષ્ટિએ એને શુદ્ધ ન માની શકાય. જીવન વ્યવહાર સુમેળ
જો આપણે આપણા જીવન વ્યવહારમાં સુમેળની વાતને મહત્ત્વ નહિ આપીએ તો શાંતિપૂર્ણ સહવાસની વાત સંભવિત બની શકશે નહિ. જો આપણે સાથે રહેવું હોય, સહચિંતન, સહ-ચિત્ત, સહ-વાસ કે સહ-અસ્તિત્વ | ઈચ્છતા હોઈએ તો સુમેળનું સૂત્ર અપનાવવું જ પડશે. આગ્રહને છોડવા સિવાય સુમેળ થવો સંભવ નથી. આગ્રહચેતના સુમેળ ઊભો કરવામાં બહુ મોટું વિઘ્ન છે. આપણાં જ્ઞાન, વિચાર અને સમજણની શક્તિને વધારીએ, બીજાની વાત સમજવાનો પ્રયત્ન કરીએ અને એમ માનીને ચાલીએ કેસત્ય અનંત છે. હું જાણું છું એટલું જ એ નથી, એની વ્યાપકતાનો આપણે સ્વીકાર કરવો જોઈએ. એને મર્યાદિત કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આગ્રહ ચેતના નિર્મળ બનવી જોઈએ ? - સત્યને કોઈ સીમા નથી. એને સીમિત કરવાના પ્રયત્નમાંથી આગ્રહ જન્મે છે. આ સિદ્ધાંતને સમજીને પકડની દોરીને થોડી ઢીલી કરવી જોઈએ. આગ્રહની ગ્રંથિ એકદમ જ ખૂલશે એમ તો ન માની શકાય, પણ આને લીધે આગ્રહચેતના કંઈક નિર્બળ બની જશે, અને આગ્રહની ગ્રંથિ ધીરે-ધીરે ખૂલવા માંડશે. જ્યાં આગ્રહ નથી ત્યાં સમસ્યા નથી. જ્યાં આગ્રહમાંથી છુટકારો થયો કે સમસ્યાનું સમાધાન થઈ જાય. આગ્રહ છોડવો જોઈએ, જીવનમાં અનાગ્રહ-વૃત્તિ વિકસાવીએ તો સુમેળનું સૂત્ર મળી જાય. આચાર્ય કુન્દકુન્દ અધ્યાત્મના ક્ષેત્રમાં જે સામત્ય (સુમેળ)નો નિયમ રજૂ કર્યો છે, તે જીવન-વ્યવહારના સંબંધમાં પણ ઘણો મૂલ્યવાન છે.
સમયસાર o 126
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org