________________
ખાવી ગમે કોઈને નમકીન ખાવું ગમે, તો કોઈને ખાટું ખાવું ગમતું હોય, છે. આ ગમવાના ભેદની વાત ઘણી વિચિત્ર હોય છે. કોઈ માણસને ખૂબ ઘરેણાં-વસ્ત્રાભૂષણો પહેરવાની અને પ્રદર્શન કરવાની રુચિ હોય. એ માણસ પોતાની જાતનું પ્રદર્શન કરવા ઇચ્છતો હોય છે. ઘણીવાર આ પ્રદર્શનની રુચિ મોટી સમસ્યા ઊભી કરી દે છે. આજે સામાજિક જીવનમાં જે કેટલીક રૂઢિઓ ચાલે છે એની પાછળ પ્રદર્શનની રુચિ જ છે. માણસની પાસે બધુંય કંઈ હોતું નથી. તો પણ તે પોતાને ઘણું બધું બતાવવા ઇચ્છે છે. તર્કશાસ્ત્રમાં એક ન્યાય યાચિતમંડનકમ્ કહેવાયો છે. કોઈ માણસ પાસે | ઘરેણાં નથી. તો એ બીજા પાસેથી માગીને પહેરશે અને એમ બતાવવા પ્રયત્ન કરશે કે- મારી પાસે આટલું ઘરેણું છે. સમાધાનનું સૂત્ર
આ રુચિભેદની પરિસ્થિતિ છે. આ સ્થિતિમાં જે સુમેળ કરવાનું | જાણતો નથી તે સામૂહિક જીવનમાં કલહ, લડાઈ-ઝઘડાથી બચી ન શકે. રુચિને વ્યવસ્થિત કરવી એ બહુ મોટી કલા છે. આજે ટી.વી. તરફ ઘણી રુચિ વધતી જાય છે. આજકાલનાં બાળકોને ટી.વી. તરફ જેટલું આકર્ષણ છે એટલું બીજા કશાય તરફ નથી. જો આ સમસ્યા તરફ ધ્યાન આપવામાં નહિ આવે તો એક એવી પેઢી થશે કે જેમાં જવાબદારીની ભાવના નહિ હોય. કર્તવ્યની ચેતના નહિ હોય, સમયને અનુકૂળ સમજણ નહિ રહે. બાળકોને પરાણે રોકવા મુશ્કેલ છે. એ પણ એક હકીકત છે. આનો એક જ ઉપાય છે કે બાળકોની રુચિને સુધારવી. જરૂરી છે પરિષ્કાર (સુધારો)
આજે બ્રિટન, જર્મની, અમેરિકા વગેરે સમૃદ્ધ દેશોમાં ટી.વી.ના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે. કહેવાય છે કે- બ્રિટનમાં આ બે વર્ષો | દરમિયાન એટલાં તો ચશમાં વેચાયાં જેટલાં પાછલાં કેટલાંય વર્ષોમાં વેચાયાં | ન હતાં. બાળકોની આંખો નબળી પડવાની ટકાવારી વધી ગઈ અને તેથી |
ચળવળ શરૂ થઈ ગઈ. લોકો કહે છે કે- આને બંધ કરો. એનાથી આંખો | ખરાબ થાય છે. સાથે સાથે એમાંથી (ટી.વી.માંથી) જે કિરણો નીકળે છે | તે આસપાસ ફેલાઈ જાય છે. એ કિરણોની આરોગ્ય પર પણ ખરાબ અસર પડે છે:
રુચિ મર્યાદિત થાય અને સુધરે એ જરૂરી છે. જ્યાં સામાજિક કે કૌટુંબિક સહવાસનો પ્રશ્ન છે ત્યાં લડી ઝઘડીને રુચિ બદલાવી શકાય નહિ.
| સમયસાર ૦ 130
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org