________________
ખરેખર તો વિચારોમાં ભેદ હોય એ સ્વાભાવિક છે. વિચારની સ્વતંત્રતા હોવી ઘણી જરૂરી છે. વિચારોને ચગદી નાખવા, દબાવવા કે કચડવા એ મુડદાલ સમાજનું લક્ષણ છે. વિચાર-ભેદ પ્રત્યે સહિષ્ણુ હોવું એ જીવન્ત સમાજનું લક્ષણ છે, અધ્યાત્મ ચેતનાની જાગૃતિ છે. જ્યાં સુધી અધ્યાત્મચેતના ન જાગે ત્યાં સુધી માણસ પોતાનાથી ભિન્ન વિચારને સહી શકતો નથી. ભિન્ન વિચાર રાખનાર માણસને તે વિરોધી માની લઈ એને શત્રુ સમજી બેસે છે. જે માણસમાં થોડી પણ નૈતિક કે આધ્યાત્મિક ચેતના જાગતી હોય તે વિચારભેદને કારણે કોઈને વિરોધી ન માને. અસહનશીલતાનો યુગ
સામાજિક અને કૌટુંબિક જીવન માટેનો મહત્ત્વનો નિયમ છે-સહિષ્ણુતા. જો સહિષ્ણુતા હશે તો રુચિભેદ સહી શકાશે અને સુધારી શકાશે, પણ એને કારણે શત્રુતાનો ભાવ નહિ જન્મ. જો સહિષ્ણુતાની ચેતના જાગૃત હોય તો વિચારભેદને પણ સહન કરી લેવાશે. શાંત સહવાસનું સફળ સૂત્ર છેસહિષ્ણુતા. વર્તમાન યુગની સૌથી મોટી સમસ્યા છે- અસહિષ્ણુતા. આજના યુગને એક શબ્દમાં સમજાવવો હોય તો કહેવાય કે આ અસહિષ્ણુતાનો યુગ છે. માણસ સહી લેવાનું જ જાણતો નથી. ભૂતકાળમાં એવું કયારેય બન્યું છે જેમાં એક વિદ્યાર્થી અધ્યાપકને મારે ? આચાર્ય કે પ્રિન્સિપાલને ઘેરાવ કરી એને ઓરડામાં પૂરી દે ? ઇતિહાસમાં કયાં એવો પ્રસંગ આવ્યો છે ? ભૂતકાળમાં આવું કંઈ થતું ન હતું, પણ અત્યારે બધુંય થઈ રહ્યું છે. એ વખતે એવા સંસ્કાર હતા કે- ગુરુને સહી લેશો તો વિદ્યા વધશે. વિદ્યા દદાતિ વિનય” એ પ્રકારની માન્યતા હતી. આજે એવી સ્થિતિ છે કે જો પ્રશ્નપત્ર પણ મનમાં ધાર્યા કરતાં ઊલટું આવી જાય તો વિદ્યાર્થીઓ શિક્ષકને પીટે છે. જીવનપદ્ધતિ જ બદલાઈ ગઈ છે
જમાનો કેટલો બદલાઈ ગયો છે ! જો આ બદલાયેલા યુગમાં આપણે માત્ર લડવાની જ વાત કરશું તો સમાજનું કલ્યાણ નહિ થાય. સુધારાનું સૂત્ર આપણે સ્વીકારવું પડશે, અથવા કોઈ નવો રસ્તો શોધવો પડશે. અમે એમ નથી કહેતા કે આજનો વિદ્યાર્થી ખરાબ થઈ ગયો છે. પણ એટલું તો ચોક્કસ કહી શકાય કે આજના વિદ્યાર્થીને શરૂઆતથી જ સારા સંસ્કારો આપવામાં આવતા નથી. જીવવાની આખી પદ્ધતિ જ બદલાઈ ગઈ છે. એમ લાગે છે કે વિદ્યાર્થીને શરૂઆતથી જ ઉદ્ધતાઈના સંસ્કારો પાડવામાં
સમયસાર ૦ 132
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org