________________
આવે છે. વિદ્યાર્થીને વારંવાર ઉદ્ધતાઈ અને ઉશ્રુંખલતાના સ્વરો જ | | સંભળાય છે. અને તેથી જ પ્રસંગ પડ્યું તેઓ એમનો જ ઉપયોગ કરી લે છે. જો આરંભથી જ રુચિને સુધારવાની વાત- મગજને કેળવવાની વાત શરૂ કરાય તો માણસ આટલો અસહનશીલ ન બને, એનામાં સહિષ્ણુતાની ચેતના જાગી જાય. પ્રશ્ન છે ઉદ્દેશ્યનો
સહિષ્ણુતા વિકસાવવાનો સંભવ છે પણ તે કેળવણી દ્વારા જ સંભવિત બને. સહિષ્ણુતાના વિકાસનું એક સાધન છે- કાયસિદ્ધિ. જો આપણે આસન વગેરેથી શરીરને સાધવાની કેળવણી લઈએ તો અસહિષ્ણુતાની સમસ્યામાંથી બચી શકીએ. એક બાળક અસહનશીલ હોય એનું કારણ બાળક એકલો જ નથી, પણ એના પાલકો પણ છે. જો શરૂઆતથી જ બાળકને સહિષ્ણુતાનું શિક્ષણ આપવામાં આવે, શરીરને સિદ્ધ કરવાનું (તૈયાર કરવાનું) શિખવાડાય તો તે કદીય અસહિષ્ણુ ન બને. પાલકો તો એટલું જ વિચારે છે કે છોકરાને સારી રીતે ભાણવી દઈએ જેથી તે સારી કમાણી કરી શકે. પણ એમને એ વિચાર નથી આવતો કે શું પૈસા કમાવા એ જ જીવનનો ઉદ્દેશ્ય છે ? એ તો વરદાન જ નહિ પણ મોટો શાપ પણ બની જઈ શકે ! બાળકનું જીવન ન ઘડ્યું કે જીવન જીવવાની કલા ન શીખવી તો સમજવું કે- વાંદરાના હાથમાં તલવાર પકડાવી દીધી છે ! જે માણસ પોતાના બાળકના જીવન-ઘડતર પર ધ્યાન આપતો નથી અને એને આજીવિકા કમાઈની તલવાર જ પકડાવી દે છે તો એ તલવાર કોઈ કોઈ વખત એના જ ગળા ઉપર પણ ફરી વળે છે. જીવન-નિર્માણનું સૂત્ર
આપણે જીવન ઘડતર પર ધ્યાન આપવું જોઈએ. જીવન-ઘડતરનો નિયમ છે-ધ્યાન. ધ્યાનનો પ્રયોગ આજીવિકા માટે નથી પણ જીવનઘડતર માટે છે. જીવનનું ઘડતર થાય ત્યારે આજીવિકાની વાત પણે પાછળ રહી જતી નથી. ધ્યાન કરવાથી દક્ષતા વધે છે, શક્તિ વધે છે, સ્મૃતિ વધે છે, ચતુરાઈ આવે છે, પણ આ બધાય કરતાં વધારે મહત્ત્વનો જે ફાયદો ધ્યાનને લીધે થાય છે તે છે- જીવન-નિર્માણ. જો જીવન-નિર્માણ થાય તો શાંત સહવાસના પ્રશ્નો, આગ્રહ અને સચિ-ભેદના પ્રશ્નો, વિચાર-ભેદ અને વિરોધાભાસના પ્રશ્નો, નિષેધાત્મક ભાવના પ્રશ્નો ઉકલી જાય છે. ધ્યાનથી વિધાયક વિચારો જાગે છે, મૈત્રીભાવનાના, સૌ પ્રત્યે સંમાનની
સમયસાર » 188
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org