________________
એને માટે એવો કોઈ નિયમ શોધી કાઢવો જોઈએ કે જેથી રુચિ સુધરે પણ ખરી અને લડાઈનો પ્રશ્ન પણ ન રહે.
વિચાર-ભેદની સમસ્યા
બીજી સમસ્યા વિચારભેદની. બધાયના વિચાર સરખા હોતા નથી. જે રીતે સહવાસમાં રુચિભેદની સમસ્યા હોય છે તે જ રીતે વિચારભેદની સમસ્યા પણ સહવાસમાં એક મોટી સમસ્યા છે. સૌની વિચારવાની રીત જુદી જુદી હોય છે. માણસને થાય કે જેમની સાથે આપણા વિચારો મળતા નથી એની સાથે કઈ રીતે રહેવું ? આના સમાધાન માટે પ્રશિક્ષણની જરૂર છે. આ સત્ય આપણે સમજી લેવું જોઈએ કે વિચારભેદ હોવો અને વિરોધ હોવો એ બે એક નથી. થોડોક વિચારભેદ હોય એટલે વ્યક્તિ એમ માની લે કે અમુક માણસ મારો દુશ્મન છે. ખરેખર તો આમ માનવાની જરૂર નથી. વિચાર-ભેદ એ શત્રુતાનું લક્ષણ નથી પણ સ્વતંત્રતાનું લક્ષણ છે.
વિચાર-ભેદ : સમાજ–વિકાસનું એક ઘટક તત્ત્વ
વિચારોની ભિન્નતા એ મનુષ્યની સ્વતંત્રતાનું સૌથી મોટું લક્ષણ છે. જો બધાય એક રીતે જ વિચારતા હોત તો સમાજ બહુ વામણો થઈ જાત. જુદી જુદી રીતે વિચારવું એ જ સમાજના વિકાસનું સાધન છે. ચિંતનની ભિન્નતા એ સમાજના વિકાસનું એક મુખ્ય ઘટક તત્ત્વ રહ્યું છે. બધાય જો એક જ પ્રકારે વિચારતા હોત તો આ વૈવિધ્ય ન હોત. અને જ્યાં વૈવિધ્ય ન હોય, અનેકપણું ન હોય ત્યાં સૌન્દર્ય ન હોય. વિચારભેદ સામાજિક સૌન્દર્યને વધારવામાં ઘણું કામ કરે છે. સત્યં શિવં સુન્દરની વાત કહેવાય છે. એટલે કે માત્ર સત્ય હોય એ જ પૂરતું નથી. એ કલ્યાણકારી પણ હોવું જોઈએ. આમ થાય ત્યારે જ સૌન્દર્ય પ્રગટ થાય છે.
જીવતા સમાજનું લક્ષણ
એક બાજુ જ્યાં વિચારભેદને લીધે સૌન્દર્ય અભિવ્યક્ત થાય છે, તો બીજી બાજુ વિચારભેદને લીધે લડાઈઓ પણ ઓછી નથી થતી. માણસ પોતાનાથી જુદા વિચાર રાખનારને સહી શકતો નથી. આ શતાબ્દીમાં એવા પણ નેતાઓ થયા છે, એવા આપખુદ માણસો થયા છે જેમણે પોતાનાથી જુદા વિચાર રાખનારાઓને કદીય સહન કર્યા નહિ. જે માણસ તેમનાથી જુદા વિચાર ધરાવતો એનું જીવન જ સમાપ્ત કરી દેવાતું. વિચાર-ભેદને સહન ન કરવો એ કૌટુંબિક અને સામાજિક જીવનનો મુખ્ય પ્રશ્ન છે.
સમયસાર ♦ 131
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org