________________
પકડી લીધો, પછી એને બદલવા જ માગતા નથી. આપણે આત્માની જ વાત કરીએ. દરેક આસ્તિક માણસ આત્માનો સ્વીકાર કરે છે, પણ એને વિશે આપણી માન્યતાઓ સરખી નથી હોતી. એક દર્શન કહે છે કે આત્મા સુખ-દુઃખનો કર્તા છે. બીજા એક દર્શનનો મત છે કે આત્મા બિલકુલ અલિપ્ત છે, શુદ્ધ બુદ્ધ અને અકર્તા છે. સમયસારમાં એવા ઘણા મતો જણાવ્યા છે, જે ઉપરથી જણાય છે કે આત્માના વિષયમાં અનેક પ્રકારના વિચારો અને દષ્ટિબિંદુઓ અસ્તિત્વમાં છે. આ આગ્રહ-ચેતના તરફ ઈશારો કરનારી કેટલીક ગાથાઓ છે
तम्हा ण को वि जीवो वधादओ अत्थि अम्ह उवदेसे । जम्हा कम्मं चेव हि कम्मं धादेदि इदि भणिदं ।। एवं संखुवएसं जे दु परुर्वेति एरिसं समणा । तेसिं पयडि कुव्वदि, अप्पा य अकारगा सव्वे ।। अहवा मण्णसि मज्झं, अप्मा अप्माण मप्पणो कुणदि । एसो मिच्छसहावो, तुम्ह एयं मुणंतस्स ।।
કોઈ પણ જીવ ઉપધાતક નથી, કેમ કે કર્મ જ કર્મને મારે છે. આ | પ્રકારનો સાંખ્ય મતનો ઉપદેશ જે શ્રમણો કરે છે એમના મતમાં પ્રકૃતિ જ કર્તા છે, આત્મા અકર્તા છે.
જો તમે માનતા હો કે- મારો આત્મા મારા આત્માનો કર્તા (ઉત્પાદક) છે તો આમ સમજનાર માણસનો એ મિથ્યા સ્વભાવ છે. સામંજસ્યનો નિયમ
એક તરફ આત્મા અકર્તા છે એમ મનાય છે તો બીજી તરફ એને | સુખ-દુઃખનો કર્તા માનવામાં આવે છે. આ છે દરેકની પોતપોતાની પકડ અને પોતપોતાના મતનો આગ્રહ. જો મેળ બેસાડવો હોય તો આગ્રહ છોડવો પડે.
આત્મા કર્તા પણ છે અને અકર્તા પણ છે. તે પોતાના ભાવોનો કર્તા છે, પણ ભાવનો કર્તા નથી. जं भावं सहुमसुहं करेदि आदा स तस्स खलु कत्ता । तं तस्सा होदि कम्म, सो तस्स दु वेदगो अप्पा ||
આત્મા કર્તા છે એ વાત એ દષ્ટિએ સાચી છે કે આત્મા પોતાના શુભ-અશુભ ભાવોનો કર્તા છે. આત્મા અકર્તા છે એ પણ બરાબર છે કેમ કે તે પર-ભાવ (બીજાના ભાવ)નો કર્તા નથી. તે કોઈ બાહ્ય વસ્તુનું સર્જન
સમયસાર 124
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org