________________
| વિચારીએ તો એક પરમાણુના અનંત પર્યાયો હોય છે. વર્ણમાલાનો પ્રથમ
અક્ષર “અ” છે. જો કોઈ પછે કે “અ”ના કેટલા પર્યાય હોય છે ? તો જૈન દર્શન અનુસાર એનો ઉત્તર છે એક અ'ના અનંત પર્યાય હોય છે, અનંત અવસ્થાઓ હોય છે. એમાંના આપણે કેટલા પર્યાય જાણીએ છીએ ? આપણે બે-ચાર દસ-વીસ પર્યાય જાણી લઈએ છીએ. અને સૂંઠનો ગાંગડો પાસે રાખીને જ ગાંધી થવાનો આગ્રહ રાખીએ છીએ.
થોડીક વાતોને જાણીને આપણે ધર્મનો દાવો કરનાર કે ઈજારદાર થઈ બેસીએ છીએ. એમ માની લઈએ છીએ કે આ જ સત્ય છે. બીજું બધું જૂઠ છે. આપણું આ અજ્ઞાન અને આગ્રહ સૌથી મોટું તોડફોડ કરનારું તત્ત્વ છે. સામાજિક વેરવિખેરનું પણ આ ઘણું મોટું કારણ છે. કુટુંબમાં અને સમાજમાં આવો આગ્રહ બહુ ચાલતો હોય છે. જે વાત પકડી લેવાય છે એના સંબંધમાં બીજી કોઈ વાત સાંભળવાને લોકો તૈયાર હોતા નથી. આ છે આગ્રહની સમસ્યા. અર્થ વિનાનો રૂઢિવાદ શા માટે ?
આ વૈજ્ઞાનિક યુગમાં પણ અનેક રૂઢિઓ ચાલી રહી છે. આ બધી રૂઢિઓના ચાલવાનું કારણ શું છે ? રૂઢિનો પોતાનો એક અર્થ હોય છે. તેના પોતાના સમયમાં એનો ઉપયોગ હોય છે. પણ દેશ-કાળનું પરિવર્તન થઈ ગયા પછી પણ એ જ એનું એ જ કર્યે રાખવું એ કયાં સુધી તર્કસંગત ગણાય ? જે પરંપરા કે પ્રણાલીનો ઉપયોગ રહ્યો ન હોય એને પકડી રાખવી ઉચિત ગણાય ખરી? અર્થ વિનાની પરંપરાઓને વળગી રહેવું એ જ રૂઢિ. આ અર્થહીન રૂઢિવાદને લીધે ઘણી સમસ્યાઓ ઊભી થતી હોય છે છે. માણસ રૂઢિઓથી એટલો તો બંધાઈ ગયો છે કે એના વિચારો સ્પષ્ટ રહેતા નથી. એ કદીય એમ વિચારતો નથી કે દેશ-કાળ બદલાય એટલે પરંપરાઓ પણ બદલવી જોઈએ. આનું કારણ છે આગ્રહ, એવી તો ઘણી સ્થિતિઓ આપણી પાસે છે. મરણ પાછળની ઉજાણીઓની પરંપરા, દહેજ વગેરેનો રિવાજ કોઈ વખતે ચાલતો હશે. કોઈ વખતે એની ઉપયોગિતા સ્વીકારાઈ હશે. પણ આજે તો એમને માત્ર રૂઢિ જ માનવામાં આવે છે. છતાં એમની પકડ એટલી બધી છે કે સમાજના અગ્રણી લોકો પણ એને બદલવા માગતા નથી, છોડવા માગતા નથી. આત્માનો સંદર્ભ
ધર્મના ક્ષેત્રમાં પણ ઘણા બધા આગ્રહો ચાલી રહ્યા છે. એક વિચારને
સમયસાર ... 123
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org