________________
સામંજસ્ય કઈ રીતે વધારવું ?
કૌટુંબિક જીવનનો એક મહત્ત્વનો નિયમ છે- સામંજસ્ય (એકરૂપતા, સમતા). સમતા વિના સાથમાં રહી પણ ન શકાય અને સાથમાં રહેવાનો કોઈ ખાસ અર્થ પણ રહેતો નથી. જો સમતા ન હોય તો નવો ચૂલો પણ સળગાવવો પડે, ઘરમાં ભીંતો પણ ચણી લેવી પડે છે. આ બધું પરસ્પરપણાના અભાવમાં થતું હોય છે.
સામંજસ્ય : વિઘ્ન
સામંજસ્યનું બહુ જ મોટું વિઘ્ન છે- આગ્રહ-ચેતના. વ્યક્તિ જે વાત પકડી લે તેને છોડવા માગતી નથી. અણસમજ અને આગ્રહ બન્નેય સાથે સાથે ચાલે છે. આગ્રહનો અર્થ છે છોકરવાદ, બાળકમાં જિદ ઘણી હોય છે. બાલહઠ અને સ્ત્રીહઠ જાણીતાં છે. બાળકને એ ખબર નથી હોતી કે આ વાતમાં લાભ છે કે હાનિ છે. પણ એ જે વાતને પકડી લે છે એને દઢપણે પકડી લે છે, છોડતો નથી. આગ્રહની આવી વૃત્તિ સામંજસ્ય (સમતા)માં ઘણાં વિઘ્નો નાખે છે. એક કુટુંબમાં દસ-વીસ માણસો સાથે રહેતા હોય છે. એમાં કેટલાક એવા પણ હોય જેમનામાં પકડ મજબૂત હોય છે. તે પોતાની પકડેલી વાત છોડવા માગતા નથી. આવી આગ્રહી મનોવૃત્તિને લીધે સામંજસ્યમાં વિઘ્ન ઊભું થઈ જાય છે. બાધા છે- મિથ્યા દષ્ટિકોણ
૧૦
સાધનાના ક્ષેત્રમાં સૌથી પહેલું વિઘ્ન છે- મિથ્યા દષ્ટિકોણ. એના બે પ્રકાર હોય છે- આભિગ્રાહિક અને અનાભિગ્રાહિક. કોઈ માણસ જાણતો હોય કે અમુક એક વાત બરાબર નથી. પણ એ તેને આગ્રહપૂર્વક પકડી લે છે, છોડતો નથી. આ આભિગ્રાહિકી મનોવૃત્તિ છે. બીજી એક પકડ અજ્ઞાનને કારણે થાય છે. આમ કરવું સારું નથી એમ કોઈ એક માણસ જાણતો ન હોય તેથી તે એમ કરતો જાય છે. આ આગ્રહ અજ્ઞાનજનિત છે, અનાભિગ્રાહિકી મનોવૃત્તિ છે, ઘણા લોકોને એ ખબર હોતી નથી કે ખાંડ ખાવાથી શું નુકસાન થાય છે. તેથી તે ખાંડ ખાતા જ હોય છે. ખાંડ ખાવાનાં પરિણામોની ખબર હોય એવા લોકો પણ છે છતાં તે ખાંડ ખાતા જ હોય છે. ખાંડ ખાવાથી પિત્ત (એસીડીટી) વધશે અને અનેક તકલીફો થશે એ વાતની એમને ખબર હોય છે. આમ છતાં તે ખાંડ છોડવા માગતા
Jain Educationa International
સમયસાર
121
For Personal and Private Use Only
www.jainelibrary.org