________________
૩૦/૫૦ સુધી પહોંચી જાય છે. આવેશ આવે કે શ્વાસની સંખ્યા વધી જાય. આવેશ શાંત થાય એટલે શ્વાસની સંખ્યા ઘટી જાય છે. જ્યારે આપણે લાંબા શ્વાસ લઈએ ત્યારે આપણી ચેતના શ્વાસની સાથે મળી જાય છે, એનો અર્થ એ કે ચેતના ક્રોધની સાથે નહિ જોડાય, અને ક્રોધનું ઉપશમન થઈ જશે. એ રીતે ચેતના અહંકારની સાથે નહિ જોડાય અને અહંકારનું ઉપશમન થઈ જશે, ચેતના લોભની સાથે નહિ જોડાય અને લોભનું ઉપશમન થઈ જશે. જ્યારે જ્યારે આપણી ચેતના આ આવેશોની સાથે જોડાય છે ત્યારે આપણી ચેતના પોતે જ ક્રોધ બની જાય છે, અહંકાર બની જાય છે, લોભ બની જાય છે. પૃથક્કરણ કરવું જોઈએ જ એનો એક ઉપાય છે- પૃથક્કરણ. સંશ્લેષણ નહિ પણ વિશ્લેષણ કરવું. ક્રોધ અને ચેતનાને જુદાં જુદાં કરી દેવાં. માટીને જુદી પાડવી, અને સોનું અલગ પાડવું. છાસને જુદી પાડવી અને માખણને જુદું તારવી લેવું. જો આપણે આવું પૃથક્કરણ સતત કરતા રહીએ તો આવેશો શાંત થઈ શકે. આ પ્રક્રિયામાં દીર્ઘશ્વાસનું કામ વલોણું કરવાના કામ જેવું જ છે. જો છાશને જુદી પાડવી હોય અને માખણને જુદું તારવવું હોય તો વલોણાની ક્રિયા કરવી જ પડે. જેમ જેમ રવૈયો ફરતો જાય તેમ તેમ માખણ ઉપર આવતું જશે અને છાશ નીચે બેસતી જશે. આ જ કામ દીર્ઘશ્વાસની પ્રક્રિયાનું છે જેમ જેમ દીર્ઘશ્વાસનો પ્રયોગ થતો જશે તેમ તેમ આવેશો નીચે બેસતા જશે અને ચેતના ઉપર આવતી જશે. દીર્ઘશ્વાસનો પ્રયોગ નાનો લાગે ખરો, પણ ચેતનાના રૂપાન્તરનો એ મહત્ત્વનો પ્રયોગ છે, ચેતનાના સંસ્કારનો એક શક્િતશાળી પ્રયોગ છે. જે માણસ દીર્ઘશ્વાસનો આધાર લે છે તે મોટે ભાગે અનેક સમસ્યાઓનો પાર પામી જાય છે. મહત્વની છે મનની શક્િત | મુશ્કેલી એ છે કે માણસો શ્વાસ લેવાનું જાણતા જ નથી. શ્વાસ કેમ લેવો એ શિખવાડાતું જ નથી. આ પરિસ્થિતિમાં શાંતિપૂર્ણ સહવાસ શી રીતે સંભવે ? આ માટે, બાળકોને આરંભથી શિખવાડવાની પ્રવૃત્તિ ચાલે એ જરૂરી છે. આ સત્ય આપણે સમજી લેવું જોઈએ. જેમ જેમ આ સત્ય જીવનમાં આવતું જશે તેમ તેમ જીવનનો માર્ગ સરળ અને સ્વચ્છ બનતો જશે, અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વની વાત એની મેળે ફલિત થશે. આપણા જીવનની સૌથી મહત્ત્વની વાત છે- મનની શાંતિ, શાંતિ ન હોય તો આખું જીવન લૂખું-સૂકું અને નિષ્ફળ જેવું લાગે. જીવનને આપણે માત્ર પૈસા સાથે જ ન જોડીએ. જો આપણી સામે શાંતિનું ધ્યેય હશે તો શાંતિપૂર્ણ સહવાસનો | મંત્ર પ્રાપ્ત થઈ જાય છે.
સમયસાર e iia |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org