________________
લોભનો આવેશ
- ત્રીજો છે લોભનો આવેશ. સામુદાયિક ચેતના ન જાગવામાં અને કૌટુંબિક ભાગલામાં લોભનો હાથ પણ ઓછો નથી. એક વ્યક્તિના મનમાં | લોભ જાગે એટલે પછી બધુંય તૂટવા-વિખરાવા માંડે છે. લોભને કારણે | માણસ બધી સફળતાઓથી પણ વંચિત રહી જાય છે. બીજા કોઈનું આગળ આવવું તેને ગમતું નથી. એ પોતે જ બધું મેળવી લેવા ઇચ્છે છે. લોભની આ વૃત્તિ પોતાનો સેહરો બધાયથી ઊંચો રાખવા માગે છે. સામુદાયિક ચેતનાના જાગવામાં આ લોભનો આવેશ એક બહુ જ મોટું વિઘ્ન છે. કુટુંબના ભાગલામાં પણ એ ઘણું મોટું કારણ બને છે.
પાંચ-દસ માણસો સાથે કામ કરી રહ્યા હોય. કામ ઠીક ચાલતું હોય, કમાણી સારી હોય. પણ એક માણસના મનમાં એક ધૂન આવી જાય છે. અને એ છાનોમાનો પોતાનું ઘર ભરવું શરૂ કરી દે છે, અને અહીંથી જ વિસરાવાનું શરૂ થઈ જાય છે, લડાઈ-ઝઘડા શરૂ થઈ જાય છે. કોઈ ફાયદામાં રહેતું નથી. આ લોભ લાભને પણ ગુમાવે છે. જ્યાં લોભ વધે ત્યાં લાભનું નુકસાન શરૂ થઈ જાય છે. સ્વામી વિવેકાનંદે ખરું કહ્યું હતું કે અમેરિકન લોકોને કંપની બનાવીને કામ કરવાનું આવડે છે. હિન્દુસ્તાની લોકોને કંપની | બનાવી કામ કરવાનું આવડતું નથી. આ જ કારણે હિન્દુસ્તાનનાં મોટાં મોટાં કુટુંબો જે ઔદ્યોગિક પરિવાર કહેવાતાં હતાં એમનામાં ઝઘડા થવા લાગ્યા. ભાગલા અને વેરવિખેર શરૂ થઈ ગયાં. આનું કારણ છે લોભનો આવેશ, અમર્યાદ લોભ. એનું સમાધાન છે અધ્યાત્મ-ચેતના
જ્યાં સુધી આપણે આ ત્રણ પ્રકારના આવેશ-ક્રોધનો આવેશ, અહંકારનો આવેશ અને લોભના આવેશને ઓછા કરવાનું ન જાણીએ ત્યાં | સુધી સામુદાયિક જીવનની વાતનો વિચાર ન કરી શકાય. ક્રોધની સામે ક્રોધ કરીએ તેથી શું ક્રોધ ઓછો થઈ જાય ? દૂધમાં ઉભરો આવે ત્યારે ચૂલામાં એક લાકડું વધારે નાખીએ તો ઉભરો મટે ખરો ? એ જ પ્રમાણે જો અહંકારની સામે અહંકાર આવી જાય તો તે કદી શાંત ન થાય. એ વધારે ફૂંફાડા મારવા માંડે. એક માણસ લોભ કરે તે જ પ્રમાણે બીજો પણ લોભ કરવા લાગે તો તેથી લોભ શાંત થશે ખરો ? એમ બનવું સંભવિત જ નથી. એના શાંત થવાનો માત્ર એક જ ઉપાય છે. આધ્યાત્મિક ચેતના વિકસાવવી તે. જેમ જેમ અધ્યાત્મચેતના જાગતી જાય તેમ તેમ આવેશો
સમયસાર ૦ 115
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org