________________
મળે, સારું રહેઠાણ મળે, બધી સગવડો મળે, બધુંય મળે. આ કર્મફલની ચેતના છે. માણસ ઈચ્છે છે કે કર્મનું ફળ મળે. સારું ફળ મળે. એ ઇચ્છે | છે કે પુણ્યનું ફળ મળે, ભાગ્ય ખીલી ઊઠે. માણસ જયોતિષી પાસે જાય. એને કુંડળી બતાવે, હાથની રેખાઓ બતાવે અને પૂછે- મારું ભાગ્ય કેવું છે? હું થઈશ ? મોટો શેઠ થઈશ કે કરોડપતિ થઈશ કે કોઈ અધિકારી થઈશ ? આ બધા પ્રશ્નો કર્મફલની ચેતના સાથે જોડાયેલા છે.
પરિવાર નિયોજનના એક અધિકારી એક શેઠ પાસે ગયા. પોતાનો પરિચય આપતાં તેમણે કહ્યું, 'શેઠ સાહેબ, આપને કેટલાં સંતાન છે ?'
શેઠે કહ્યું, “સાત.” 'તો હવે આપ પરિવાર નિયોજન કરાવી લ્યો.” “ના.”
આપ પરિવાર નિયોજન કેમ કરાવતા નથી? અમારે એનું કારણ | જાણવું છે.'
શેઠે કહ્યું, 'મારો નવમો પુત્ર પ્રધાન બનશે એમ જ્યોતિષીએ કહ્યું છે. એટલે હું પરિવાર નિયોજન કઈ રીતે કરાવી શકું ?
કર્મફલની આ ચેતના બહુ તીવ્ર છે. માણસ કર્મની ચેતના અને કર્મફલની ચેતના એ બંનેમાં ફસાયેલો છે. જ્ઞાનની જે ચેતના છે ત્યાં સુધી કોઈ જતું જ નથી. ત્યાં સુધી પહોંચવાનો કોઈ માણસ ઉપાય જ કરતો નથી. જ્ઞાનની ચેતના
માણસ જ્ઞાનની ચેતનામાં જ્યારે જઈ શકે ? આચાર્ય અમૃતચંદ્ર એની બહુ સુંદર ચર્ચા કરી છે
भावयेद् भेदविज्ञानमिदमच्छिन्नधारया । तावद् यावत् पराच्य्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते ।।
ભેદવિજ્ઞાનની ભાવના અવિચ્છિન્ન ધારાથી ત્યાં સુધી કરવી કે જ્યાં સુધી જ્ઞાન પદાર્થચેતનામાંથી છૂટીને જ્ઞાનમાં સ્થિર ન થઈ જાય.
આત્મા જુદો છે અને શરીર જુદું છે એટલું કહેવા માત્રથી કશુંય થતું નથી. હું જુદો છું અને શરીર જુદું છે એવી અનુભૂતિ જો થઈ જાય તો સમજી લેવું કે જ્ઞાનચેતનાનું દ્વાર ઊઘડી ગયું છે. દશવૈકાલિક સૂત્રમાં એક | વાતનો ઉલ્લેખ છે કે
એક મુનિ પહેલાં પરણેલા હતા, અને પત્નીને છોડી સાધુ બની
સમયસાર 0 2
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org