________________
જો બરાબર હોય તો વિજય મળવામાં કશી શંકા રહેતી નથી. જે માણસે વીતરાગની સ્થિતિએ પહોંચવું હોય એણે જ્ઞાતાભાવની, દષ્ટાભાવની, પસંદગી કરવી જોઈએ. જ્ઞાતા અને દષ્ટા એ બે શબ્દો અધ્યાત્મમાં ઘણા મહત્ત્વના છે. જ્ઞાતા અને દષ્ટા થવું એ ચિકિત્સાશાસ્ત્રનો પણ મહત્ત્વનો નિયમ છે, મનની શાંતિનો પણ બહુ મોટો નિયમ છે. જે માણસ આ નિયમની બરાબર સાધના કરે છે અને પછી... એક દિવસ એવો આવે છે કે રાત્રી અને અંધકાર મટી જાય છે. માત્ર દિવસ, માત્ર પ્રકાશ જ રહે છે. રાત અને દિવસનો વિરોધ મટી જાય છે.
સમયસાર ૦ 61
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org