________________
હાથમાં લીધું, હાથ વડે સ્પર્શ કરી બતાવી દીધું કે આ સંતરું છે. સ્પર્શેન્દ્રિયનું પણ પોતાનું એક કામ છે. સ્પર્શ કરીને ઘણી બધી વાતો બતાવી શકાય. જેના કાન વિકસેલા હોય તેઓ સૂક્ષ્મ ધ્વનિ પણ પકડી બતાવે છે. કુશળતાનું પ્રદર્શન
ભારતમાં એવા એવા ઈન્દ્રિય-કુશળ માણસો થયા છે. આજે આપણે ઈન્દ્રિય-જ્ઞાનને ભૂલી ગયા છીએ. યંત્રો અને અન્ય સાધનોએ આપણી ઈન્દ્રિયોની શક્તિને બહુ જ ઓછી કરી નાખી છે. આજે પદાર્થોના પૃથક્કરણનો પ્રકાર બદલાઈ ગયો છે. વૈજ્ઞાનિક યંત્રો વડે પદાર્થનું પરીક્ષણ કરવાનો, એનું રાસાયણિક પૃથક્કરણ કરવાનો ત્યાર પછી એ કહે કે એમાં અમુક અમુક દ્રવ્યો છે. પ્રાચીનકાળમાં તે (વૈજ્ઞાનિક) આવાં કામ પોતાની ઈન્દ્રિય કુશળતાથી કરી લેતો.
એક વિદેશી સમ્રાટે ભારતના કોઈ રાજાને સુરમો મોકલ્યો. એ સુરમાથી આંધળો માણસ દેખતો થઈ જતો હતો. સુરમાની ડબીમાં બહુ થોડો સુરમો હતો. તે એક માણસની આંખોમાં આંજી શકાય તેટલો જ હતો. રાજાને વિચાર આવ્યો. સુરમો કેવો છે તે જોવું જોઈએ. એનો એક વૃદ્ધ મંત્રી આંધળો હતો. રાજાએ એને બોલાવી કહ્યું- આ સુરમો આંખોમાં આંજી દો. તમારી દૃષ્ટિ ફરીથી આવશે. વૃદ્ધ મંત્રીએ એક આંખમાં સુરમો આંજ્યો. એની દૃષ્ટિ આવી ગઈ. એ તરત જ જોઈ શકવા લાગ્યો. એણે સુરમો બીજી આંખમાં ન નાખ્યો પણ જીભ પર મૂકવા ઇચ્છયું.
રાજાએ કહ્યું, 'શું કરી રહ્યા છો આપ ? આપની એક આંખ સારી થઈ ગઈ, તો હવે બીજી આંખમાં નાખો તો એ પણ જોવા માંડશે. એમાં નહિ નાખો તો કાણા રહી જશો.' મંત્રીએ કહ્યું, 'મહારાજ ! હું કાણો નહિ રહું, પણ હવે હું બધાનો અંધાપો મટાડી દઈશ.'
મંત્રીએ જીભ પર સુરમો મૂકીને એનું પરીક્ષણ કર્યું અને બીજે દિવસે એવો જ સુરમો રાજાની સામે ધરી દીધો. પછી કહ્યું, મહારાજ ! જે સુરમો મેં એક આંખે આંજ્યો હતો તેવો જ આ સુરમો છે. હવે આપ હજા૨-હજા૨ લોકોની દૃષ્ટિ પાછી લાવી શકશો. વિદેશી સમ્રાટનો દૂત તો મંત્રીનું આ કૌશલ જોઈને વિસ્મિત થઈ ગયો.
વ્યવહારનય અને નિશ્ચયનય
આ કેવડો મોટો ચમત્કાર છે ! શું આવું પૃથક્કરણ કરી શકાય ? પ્રયોગશાળા વિના આવો નિર્ણય તારવી શકાય ખરો ? આપણી ઈન્દ્રિયોમાં
Jain Educationa International
સમયસાર
81
For Personal and Private Use Only
www.jainelibrary.org