________________
ગૃહસ્થ પણ આ જ વાત કહે- મારું શરીર છે. પણ આ ન બની શકે. | શરીર મારું છે એ વ્યવહારનું સત્ય છે. એ કંઈ વાસ્તવિક સત્ય નથી. શરીર મારું છે એમ માનવું ઉપયોગી છે કે કે શરીરને પોતાનું માન્યા વિના કોઈ કામ ચાલતું નથી. માણસ શરીરના આધારે બોલે છે. શરીરના આધારે વિચારે છે. શરીરને પોતાનું માનવું એ એક ઉપયોગિતા છે. તેથી ભગવાન મહાવીરે કહ્યું, જ્યાં સુધી સમુદ્રને પાર કરીએ નહિ ત્યાં સુધી નાવને છોડવી નહિ. શરીર એક નાવ છે. એ કિનારે ન પહોંચે ત્યાં સુધી આપણે એને |છોડી શકીએ નહિ.
शरीरमाहु नावोत्ति, जीवो वुच्चई नाविओ । संसारो अण्णओ कुत्तो, जं तरंति महेसिणो ||
શરીર નાવ છે, જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે. જ્યાં સુધી સામે કિનારે પહોંચી ન જઈએ ત્યાં સુધી નાવ છોડી શકાય નહિ. શરીર માણસની એક જરૂરિયાત છે તેથી માણસ કહે છે કે શરીર મારું છે. પણ શરીરને પોતાનું માનીને માણસે દુઃખો પણ કેટલાં પેદા કર્યા છે ! જે શરીરને પોતાનું માને છે તે શરીર માટે શું શું નથી કરતો ! માણસ શરીર માટે હિંસા પણ કરે છે, જૂઠુંય બોલે છે, પરિગ્રહ પણ કરે છે, અને તે શરીર માટે બીજાઓને તકલીફમાં પણ મૂકી શકે છે. એ શરીરનું ભરણ-પોષણ પણ કરે છે અને લાલન પાલન પણ કરે છે. શરીર શું દુઃખ આપતું નથી? રોગ પણ શરીર જ ઉત્પન્ન કરે છે. વૃદ્ધત્વ પણ આ જ શરીરમાં આવે છે. એક તરફ જોઈએ તો શરીર ઘણું ઉપયોગી છે તો બીજી તરફ મોટું દુઃખ આપનારું પણ છે. શરીર મારું છે' એ એક સ્કૂલ સત્ય છે. આ ધારણાને તોડવી એ સૂક્ષ્મ સત્ય છે. નિશ્ચયાત્મક સત્ય (નિશ્ચયનું સત્ય)
માણસે એમ અનુભવવું જોઈએ કે શરીર મારું નથી. હું ચૈતન્યપૂર્ણ છું, ચૈતન્ય સ્વરૂપ છું. અનુભવ એ મારું સ્વરૂપ છે. જ્ઞાન મારું સ્વરૂપ છે. વિતરાગપણું મારું સ્વરૂપ છે. એક અવાજ એવો આવે છે (કોઈ બોલે છે) કે શરીર મારે છે બીજો સ્વર કહે છે કે શરીર અચેતન છે, પ્રાણી ચેતન છે. ચેતન અચેતનને પોતાનું માને એ તો કેવડી મોટી મૂર્ખતા કહેવાય ! આ બેય સ્વરો જુદા જુદા છે પણ બેય સાચા છે. શરીર મારું છે' એ | વ્યવહારનું સત્ય છે અને શરીર મારું નથી” એ નિશ્ચયનું સત્ય છે. જ્યાં સુધી નિશ્ચયનું જ્ઞાન જાગૃત ન થાય ત્યાં સુધી શરીરનું અજ્ઞાન તૂટશે નહિ,
સમયસાર ૦ 83
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org