________________
જન્મે છે. આ વાત સારી તો નહિ લાગે પણ આ જ સત્ય છે. એનો સ્વીકાર પણ કરવો પડશે, એવું ભગવાન્ મહાવીરે પોતે કહ્યું છે. જરૂર છે જાગ્રતપણાની
પશુ થવાનો જે અધ્યવસાય (સંકલ્પ) છે, તે પશુયોનિનું કારણ બને છે. જ્યારે સંકલ્પ છેતરપિંડીનો હોય, તોલ-માપમાં જૂઠ કે કપટ હોય ત્યારે માણસ તિર્યંચ યોનિમાં જવા યોગ્ય કર્મો કરે છે. હવે પ્રશ્ન થાય કે તિર્યંચ | કોણે બનાવ્યો ? શું કર્સે બનાવ્યો ? પાડોશીએ બનાવ્યો ? અમે એવી વાર્તાઓ સાંભળી છે જેમાં કોઈ માણસને કબૂતર બનાવી દેવામાં આવે છે. કોઈને ઘેટું-બકરું બનાવી દેવામાં આવે છે. એમ કહેવાય છે કે તાંત્રિક શક્તિથી આમ થાય છે. પણ આ બધી દંતકથાઓ હોઈ શકે. કોઈ માણસને ઘરે ગાય-ભેંસ હોય તે શું એ માણસે તેમને ગાય-ભેંસ બનાવ્યાં ? તો કોણે બનાવ્યાં ? દરેકનો સંકલ્પ જ તેને પશુ બનાવે છે. બનાવનાર છે પોતાનો જ સંકલ્પ. તેથી જાગૃત રહેવાની જરૂર છે. આપણે એટલા જાગૃત રહીએ કે દૂષિત ભાવ, દુષ્ટ પરિણામ અને દુષ્ટ કામોથી બચતા રહીએ. બીજા ઉપર દોષારોપણ.
જો નિશ્ચયનયની આ વાત માણસની સામે ન હોત તો તે હમેશાં બીજા ઉપર દોષ ઢોળતો રહેત. વ્યવહારનય પાસેથી એટલું બધું કામ લીધું અને એથી દષ્ટિકોણ એવો બની ગયો કે- બીજાને જુઓ, પોતાને ન જુઓ. પોતાને બચાવી રાખો. પોતાને ક્યાંય ગરમ હવા ન લાગી જાય, લૂ ન લાગી જાય. કાલૂ ગણિ કહેતા કે- મારા ઢીંચણ નબળા રહી ગયા. બહુ નાની ઉમરમાં એમણે હાથમાં ઘોડી લઈ લીધેલી. એ કહેતા-મારી માતા છોગાજીનો હું એકનો એક લાડકવાયો દીકરો હતો, તેથી માતા મને કયાંય ઘર બહાર ન જવા દેતી. એમને બીક રહેતી કે- મારો દીકરો કયાંક જશે. તો તેને ઠેસ લાગી જશે. વાગી જશે. બાળક જો રમે કરે નહિ, બીજા બાળકો સાથે કયાંય ન જાય, ઘરમાં જ બેઠો રહે તો એના ઢીંચણ નબળા જ રહેશે. આપણે પણ જાતને બચાવી રાખીએ છીએ. રખેને કયાંક વાગી જાય ! આપણે આપણી આસપાસ સુરક્ષાનાં એટલાં તો કવચ બનાવી દીધાં છે કે બહારની હવા જ ન લાગે. દરેક વાતમાં માણસ સામી વ્યક્િત ઉપર દોષ ઢોળીને પોતાનો બચાવ કરી લે છે. અમુક માણસે આમ કર્યું, અમુક માણસે તેમ કર્યું. વ્યવહાર કરવાની આ રીત જ્યાં સુધી આપણે બદલશું નહિ ત્યાં સુધી આપણો દષ્ટિકોણ આધ્યાત્મિક નહિ બને, નિશ્ચયનો
સમયસાર ... 6
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org