________________
રોગનાં બીજાં અનેક કારણો છે, પણ ભાવનાત્મક કારણોમાં આ મુખ્ય કારણ હોય છે. એનું એક કારણ છે અસહિષ્ણુતા. કોઈએ કશી અપ્રિય વાત કહી દીધી, કે તરત માણસે મનમાં ગાંઠ વાળી લીધી, અને તેણે સામેવાળા માણસને ક્ષમા ન કરી, આજની આ મુખ્ય સમસ્યા છે કે ક્ષમા કરવાનું કોઈ જાણતું જ નથી. પહેલાંના સમયમાં ક્ષમા કરવી એ ધર્મનું તત્ત્વ ગણાતું. આજે એ ચિકિત્સાત્મક તત્ત્વ થઈ પડ્યું છે. જે કોઈ હૃદયરોગ કે કેન્સર જેવા રોગોથી બચવા ઇચ્છતો હોય તેણે ક્ષમા કરતાં શીખવું . જોઈએ. જો માણસ ક્ષમા કરતાં ન શીખે અને મનમાં ગાંઠ વાળે તો એનું પરિણામ કોઈને કોઈ રોગના રૂપે ફૂટી નીકળે. જીવનની કલા
પુણ્યની સ્થિતિમાં કેવું જીવન જીવવું જોઈએ. અને પાપનું પરિણામ આવી પડે ત્યારે કેવું જીવન જીવવું જોઈએ એ બાબતમાં જૈન આચાર્યોએ મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું છે. સુખ અને દુઃખ એ બન્ને સ્થિતિઓમાં જે માણસ સમ રહેવાનું જાણતો નથી, આસકિત અને પીડાથી મુક્ત રહેવાનું જાણતો નથી તે નથી તો જીવનની કલા જાણતો કે નથી તો ધર્મની કલા જાણતો, અને બંધનમાંથી મુક્ત થવાની કલા પણ જાણતો નથી. કર્મ-ફળ. ભોગવવાની કલા એ જ ધર્મની કલા છે. જે આ કલાને શીખી લે છે તે ઘણાં દુઃખોમાંથી બચી શકે છે. જીવનમાં કઠણાઈઓ આવી શકે, રોગ | આવી શકે, પણ આ બધીય પરિસ્થિતિઓમાં પણ માણસ પ્રસન્ન રહી શકે છે. સમયસાર : જીવન જીવવાનો દષ્ટિકણ.
પગે લંગડો એક ભિખારી હમેશ પ્રસન્ન અને ખુશ રહેતો હતો. એક માણસે તેને પૂછયું- અરે ભાઈ ! તું ભિખારી છે, લંગો પણ છે. તારી પાસે કશુંય નથી. છતાંય તું આટલો ખુશ છે, તે શી વાત છે ? ભિખારી | બોલ્યો, “બાબુજી, ભગવાનની એટલી મહેરબાની છે કે હું આંધળો નથી. હું ચાલી શકતો નથી પણ દેખી તો શકું છું ને !'
જેને તકલીફોને ભોગવવાની વિધાયક દષ્ટિ મળી જાય છે તે ખરે | જ, ધર્મની કલાને જાણી લે છે, કર્મ-ફળ ભોગવવાની કલા જાણી લે છે. સુખની અવસ્થામાં કેવી રીતે અભિમાન રહિત રહેવું અને દુઃખની સ્થિતિમાં કેવી રીતે પ્રસન્ન રહેવું, દીન-હીન ન બનવું એ નાની શી વાત સમજણમાં આવી જાય તો સમજી લેવું કે જીવન જીવવાની સૌથી મોટી કલા આવડી ગઈ. જીવન જીવવાનો આ દષ્ટિકોણ આચાર્ય કુન્દકુન્દના રચેલા "સમયસારમાંથી સહજ રીતે ફલિત થાય છે. * * *
સમયસાર છે 100
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org