________________
દલીલ સાથે આ તથ્ય પણ જાણવું જરૂરી છે- પુણ્યની સાથે સાથે પાપનું ! ફળ પણ જોડાયેલું છે. જો પુણ્યનું ઘણું ફળ ભોગવવું હોય તો સાથે પાપનું ફળ ભોગવવાની તૈયારી પણ હોવી જોઈએ. ડાબે હાથે ઘોડો હોય તો જમણે હાથે ગધેડો પણ હોઈ શકે. આપણી દુનિયાનો કંઈ એવો નિયમ નથી કે ઘોડો જ હાથમાં આવે અને ગધેડો ન આવે. સુખ ભોગવવા માટે જેટલો તલસાટ છે એટલી તૈયારી દુઃખ ભોગવવાની પણ રહેવી જોઈએ. સુખી હોવું એ દુઃખોને નિમંત્રણ આપવા જેવું છે.
એક સુંદર માર્ગ બતાવ્યો છે. જ્યારે પુણ્યનો વિપાક આવે છે, ઉદય થાય છે ત્યારે સગવડ પણ મળે છે. માણસ એને ભોગવે છે. પણ તેણે એમાં એટલા આસકત ન થવું, સુખ ભોગવવામાં લેપાઈ ન જવું જેથી પુણ્યના ફળનો ઉપભોગ ગાઢ પાપનું કારણ ન બને. ઘણા માણસો એવા હોય છે કે માત્ર મોટા સુખને જ નહિ પણ ખાવા-પીવા જેવા નાના સુખને પણ છોડી શકતા નથી. સુખ છોડી શકાતું નથી. પણ સુખનો ઉપભોગ કરતી વખતે જો એવી ચેતના જાગી જાય કે- પુણ્યના સુખને ભોગવી સુખી થવું તે દુઃખને આમંત્રણ આપવા બરાબર છે. આવો બોધ થવો જરૂરી છે. પુણ્યનો ઉદય થતાં આપણે સુખ ભોગવીએ જ નહિ અને પાપનું પરિણામ આવે તો તેને પણ ન ભોગવીએ. અશુભ કર્મ કઈ રીતે ભોગવવું ?
માણસને ક્રોધ આવે છે. ક્રોધ એ અશુભ કર્મનો વિપાક (પરિણામ) છે. બહારનું કોઈ નિમિત્ત મળે અને ક્રોધ ચઢી આવે. કોઈ નિમિત્ત બન્યું, કોઈએ ગાળ દીધી, થપ્પડ મારી અને ક્રોધ ચઢી આવ્યો. એનું મૂળ કારણ છે- મોહનીય કર્મનો વિપાક. ક્રોધ ભલે કોઈ નિમિત્તથી થાય કે ઉપાદાનથી થાય. એને ન ભોગવવો એ ધર્મની કલા છે. અશુભ કર્મનો વિપાક આવે અને છતાંય ક્રોધ ન થાય એ ક્રોધને ન ભોગવ્યો કહેવાય, અશુભ કર્મને ન ભોગવ્યું કહેવાય. અશુભ કર્મનું પરિણામ આવે અને ક્રોધ થયો એ અશુભ કર્મને ભોગવ્યું કહેવાય. હૃદયરોગ : ભાવાત્મક કારણ
આજે અનેક નવા નવા વિષયો પર વિજ્ઞાનનાં સંશોધનો થાય છે, જે જોઈને આશ્ચર્ય થાય છે. હૃદયરોગના વિષયમાં કેટલાંક તથ્યો જાણવા મળ્યાં છે. હૃદયરોગ પણ અશુભ કર્મોના વિપાકને ભોગવવાથી થાય છે. ક્રોધ, આક્રમક, હરીફાઈઓ એ હૃદયરોગનાં મુખ્ય કારણો બને છે. હૃદય
સમયસાર • 101
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org