________________
ભગવાને તરત જ ઉત્તર આપ્યો- ચક્રવર્તી ભરત'.
પેલો માણસ તો એ ઉત્તરથી ખળભળી ઊઠ્યો. એણે કહ્યું, ભગવાનને ઘરે પણ પક્ષપાત ચાલે છે. આટલા મોટા તપસ્વીઓ અને ત્યાગીઓ બેઠા છે, તો પણ ભરતને જ મોક્ષના અધિકારી બતાવ્યા છે. એ માણસે પરિષદની વચ્ચે જ ભગવાન પર આક્ષેપ કરી દીધો. એ માણસને ભરતની આજ્ઞાથી અધિકારીઓએ પકડી લીધો. બીજે દિવસે એને રાજ્યસભામાં હાજર કરવામાં આવ્યો. ભરતે પૂછ્યું, તેં ભગવાનનું અપમાન કર્યું છે ?
ભરતના આ પ્રશ્નથી એ ગભરાઈ ગયો. એણે કોઈ ઉત્તર ન આપ્યો. જ્યાં દંડશક્તિ હોય ત્યાં માણસ મૂગો થઈ જાય છે. ચક્રવર્તીએ સજા સંભળાવી એને ફાંસી આપવી. એ માણસ ગભરાઈ ગયો.
કઠણ શરત
ચક્રવર્તીએ વાતને વળાંક આપતાં કહ્યું- આ સજાથી બચવાનો એક ઉપાય છે. જો તેલ ભરેલો એક કટોરો લઈ, અયોધ્યાનાં બધાં બજારોમાં ફરો. અને એમાંથી એક ટીપુંય તેલ ન પડે અને આખા નગરમાં ફરી અહીં સુધી આવી જાઓ, તો તને મુક્તિ અપાશે, ક્ષમા અપાશે.
બચવા માટે આ કઠણ વિકલ્પ સ્વીકાર્યા વિના તેનો છૂટકો ન હતો. એણે તેલથી ભરેલો એક વાડકો લીધો અને શહેરમાં ફરવાનું શરૂ કર્યું. એની સાથે ખુલ્લી તલવારોવાળા સિપાઈ ચાલી રહ્યા હતા. ચક્રવર્તી ભરતની આશા હતી કે એક પણ ટીપું પડે તો તેનું મસ્તક કાપી નાખવું.
એક બાજુ તે માણસ મોતની છાયામાં ચાલી રહ્યો છે. બીજી તરફ ચક્રવર્તીની આજ્ઞાથી નગરમાં ગાન-વાઘ અને રંગ-રાગ ચાલી રહ્યાં છે.
એ માણસ આખા નગરમાં ફરીને સહી સલામત પહોંચી ગયો. વાડકામાંથી એક ટીપુંય નીચે ન પડ્યું.
ચક્રવર્તીએ પૂછ્યું- શહેર જોયું ? શું શું જોયું ? શું શું સાંભળ્યું ? એણે કહ્યું- હું તો માત્ર મોતને જ જોઈ રહ્યો હતો. માત્ર મોતનો જ અવાજ સાંભળ્યો. મેં કંઈ જોયું નથી કે કંઈ સાંભળ્યું નથી. આપની શરત પૂરી કરીને આપની પાસે પહોંચ્યો ત્યારે લાગ્યું કે હું અમર થઈ ગયો.
ચક્રવર્તીએ કહ્યું- આટલાં સરસ નાટક થઈ રહ્યાં હતાં અને તેં નાટક ન જોયાં ?
Jain Educationa International
સમયસર
99
For Personal and Private Use Only
www.jainelibrary.org