________________
તો એ છે કે કર્મ-ફળ ભોગવતી વખતે માણસ પોતાના વિવેકનો ઉપયોગ કરતો નથી. પુણ્યનો ઉદય આવે ત્યારે માણસ અહંકારથી છલકાઈ જાય છે. માણસને પણ તે માણસ સમજતો નથી. આ કેટલી તુચ્છતા કહેવાય ! પુણ્યનું ફળ ભોગવવામાં જે અવિવેક છે તેને લીધે માણસના મનની સ્થિતિ આવી થાય છે. આચાર્ય કુદકુન્દનો દષ્ટિકોણ
આ સંબંધમાં આચાર્ય કુકુન્દ જે નિયમ બતાવ્યો છે તે બહુ મહત્ત્વનો
वेदंतो कम्मफलं सुहिदो दुदिहो य हवदि जो चेदा । सो तम पुणो वि बंधदि वीयं दुखस्स अट्ठविहं ।।
જે માણસ કર્મફળને ભોગવતાં સુખી અને દુઃખી બને છે તે આગળ ઉપર આઠ પ્રકારનાં કર્મ બાંધી લે છે.
ધર્મનો મર્મ એવો માણસ જ જાણી શકે છે જે સુખ અને દુઃખની સ્થિતિમાં પણ સુખી કે દુઃખી ન બને. જ્યારે પુણ્યનું ફળ આવે છે ત્યારે માણસને સગવડ અને સામગ્રી મળી જાય છે. પણ એમાં સુખી હોવાનો ગર્વ ન કરવો એ સૌથી મોટી કલા છે. ભરત ચક્રવર્તીનું ઉદાહરણ
ભરત ચક્રવર્તી બહુ મોટા રાજ્યનો વહીવટ કરતા હતા. એમની પાસે અપાર વૈભવ અને શક્તિ હતાં. એની પાસે અલભ્ય એવાં ચૌદ રત્ન હતાં. એક રત્ન એવું હતું જેમાં સવારે બીજ વવાતાં અને સાંજે પાક લણી લેવાતો. એક દિવસમાં પાક તૈયાર થઈ જતો. સહેલાઈથી અનાજ મળી જતું. એક રત્ન ચર્મરત્ન હતું. નદીને પાર કરવી હોય તો નાવની જરૂર ન પડતી. ચર્મરત્ન પાથરતાં જ નદી પર પુલ જેવું થઈ જતું. સૈનિકો એના ઉપર બેસીને નદી પાર કરી લેતા. એક હતું એજાર રત્ન. મકાન બનાવવાની જરૂર પડતી ત્યારે ચૂજારા રત્નનો ઉપયોગ કરાતો. જોતજોતામાં તે મોટાં મોટાં મકાન તૈયાર કરી દેતું અને હજારો સૈનિકો એ મકાનોમાં રહેતા. એવાં ચૌદ રત્નો ભરત ચક્રવર્તીની પાસે હતાં. વૈભવ અને વિકાસની પુષ્કળ સગવડોના સ્વામી હોવા છતાં ચક્રવર્તી ભરત મોક્ષ પામ્યા. મોક્ષ કોણ પામશે ?
એક માણસે ભગવાન્ ઋષભને પૂછવું- ભગવન, આ પરિષદમાં મોક્ષમાં જનારા કોણ કોણ છે ?
સમયસાર o 98
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org