________________
અહંકારનું પરિણામ
પૂરી વેષભૂષા સાથે ચક્રવર્તી રાજસભામાં પહોંચ્યા અને રાજસિંહાસન પર બેઠા. પછી એમણે સન્માન સાથે બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણે ચક્રવર્તીને જોયો અને એનું મન ધૃણાથી ભરાઈ ગયું. ચક્રવર્તી બ્રાહ્મણનો ચહેરો જોઈને દંગ થઈ ગયો. એમણે બ્રાહ્મણને પૂછ્યું- આજે મારી સુંદરતા જોવા જેવી છે. શું તમને એ સારું ન લાગ્યું ?
રાજન્ ! કાલવાળું સૌન્દર્ય જતું રહ્યું. કાલ આપ બહુ સુંદર હતા. આજે એ બધું સૌન્દર્ય અદશ્ય થઈ ગયું છે.
ચક્રવર્તીને વિચાર આવ્યો કે વૃદ્ધાવસ્થા સાથે બુદ્ધિ પણ સાઠી બુદ્ધિ નાઠી થઈ જાય છે. કાલે જ્યારે હું સામાન્ય સ્થિતિમાં હતો ત્યારે આને હું સુંદર લાગતો હતો. અને આજે જ્યારે સજી-ધજીને આવ્યો છું ત્યારે આ કહે છે કે રૂપ ચાલ્યું ગયું, સૌન્દર્ય જતું રહ્યું. ચક્રવર્તીએ કહ્યું- બ્રાહ્મણ, થોડા નજીક આવીને જુઓ. ધ્યાનથી જુઓ.
રાજન્ ! શું જોઉં ? હવે એ રૂપ રહ્યું નથી. કેમ નથી રહ્યું ?' આપ ઘૂંકદાની મંગાવો અને એમાં ઘૂંકી જુઓ.
સનતકુમાર ઘૂંકદાનીમાં થૂક્યા. ત્યાં એમણે જોયું તો આંતરડાંના કીડા અને બીજા બીડા એમાં ખદબદી રહ્યા છે.
સનતકુમારે કહ્યું- આ શું થયું ?
મહારાજ ! જે સોળ ભયંકર રોગો મનાય છે, તે બધાય એકસાથે આપના શરીરમાં પેદા થઈ ગયા છે. આપનું સૌન્દર્ય નષ્ટ થઈ ગયું છે. શ્રેષ્ઠ આચરણ છે સમતા
ચક્રવર્તી સ્તબ્ધ થઈ ગયા. એમનો અહંકાર ચૂરેચૂરા થઈ ગયો. મનમાં વૈરાગ્ય ઉભરાઈ આવ્યો. રાજપાટ છોડીને એ મુનિ થઈ ગયા. કઠોર સાધના કરીને પોતાની જાતને શુદ્ધ કરી લીધી. (પોતે શુદ્ધ થઈ ગયા.)
કોઈ માણસ પચાસ દિવસ ભૂખ્યો રહી શકે છે, પણ સમતાની સાધના ન કરી શકે. સમતાની સાધના સૌથી કઠોર સાધના છે. આચાર્ય સોમદેવે નીતિવાકયામૃતમાં લખ્યું છે- “ક્ષમતા પર ભાર –' સમતા પરમ ઉચ્ચ આચરણ છે. સુખ-દુઃખ વગેરે સર્વ સ્થિતિઓમાં સમ રહેવાની સાધના સહેલી નથી. સનતકુમાર સમતાની સાધનામાં મગ્ન થઈ ગયા. એક બાજુ રૂપનો ગર્વ નષ્ટ થઈ ગયો અને બીજી તરફ સમતાની સાધનામાં વૃદ્ધિ
સમયસાર ( 96
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org