________________
જ સુખ આવ્યું હોય, દુઃખ આવ્યું જ ન હોય ? કદાચ દુનિયામાં એવો માણસ નહિ મળે. એક પણ માણસ એવો નહિ મળે જેણે જીવનમાં માત્ર સુખ જ ભોગવ્યું હોય, દુઃખનો અનુભવ જ ન કર્યો હોય. અને એવો માણસ પણ નહિ મળે જેને દુઃખ જ દુઃખ આવ્યાં હોય, સુખ ન આવ્યું હોય. ત્યારે પ્રશ્ન એ થાય છે કે માણસ સુખ જ ઇચ્છે છે તો પછી દુઃખ કેમ આવે છે ? આ પ્રશ્નનો સીધો સરળ ઉત્તર છે- જે સુખ ઇચ્છે છે તે દુઃખ પણ ઇચ્છે છે. આ નિશ્ચિત વાત છે. એક વિના બીજું હોઈ જ ન શકે. બંધનમાંથી મુકિત પામવાનો પ્રસ્ત
પ્રશ્ન એ છે કે બંધનને કઈ રીતે તોડી શકાય ? આચાર્ય ઉત્તર આપ્યો છે. જે માણસ કર્મનું ફળ ભોગવતાં પુણ્યનું ફળ ભોગવવાના સમયે સુખી થતો નથી અને પાપનું ફળ ભોગવવાના સમયે દુઃખી થતો નથી તેને માટે આ બંધનની શૃંખલા તોડવાનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. સુખ વખતે સુખી ન થવું અને દુઃખ વખતે દુઃખી ન થવું એ બંધનથી મુક્િત મેળવવાની કલા છે, અને આ જ ધર્મની કલા છે.
જ્યારે દુઃખનું પરિણામ અને દુઃખનું ફળ મળે ત્યારે માણસે દુઃખી ન થવું એ વાત સારી હોઈ શકે, પણ સુખનું ફળ મળે અને માણસ સુખી ન થાય એ વાત ઠીક લાગતી નથી. દરેક માણસ સુખી થવા ઇચ્છે છે, સુખી જીવન જીવવા ઇચ્છે છે. સુખી જીવન ઇચ્છનાર માણસે દુઃખી જીવન જીવવાની તૈયારી પણ રાખવી જોઈએ. દુઃખ અને પીડાનો અનુભવ
આપણે ઊંડે ઊતરીને જોઈએ. અસત્ કર્મનું ફલ મળે છે ત્યારે માણસ દુઃખી થઈ જાય છે. શરીરમાં રોગ થાય. અસાતવેદનીય કર્મનો ઉદય થાય અને ત્યારે માણસ દુઃખી થઈ જવાનો. રોગ થતાં મનમાં સંતાપ થાય. દુઃખની રેખાઓ મુખ પર ઉપસી આવે, સમસ્યાઓ નીકળી આવે છે. આ બધું શું છે ? લીવરનો રોગ, કેન્સરનો રોગ, હૃદયરોગ વગેરે કોણ જાણે કેટલાય પ્રકારના ભયંકર રોગો છે. આ રોગોથી પીડાતાં મનને મોટો આઘાત લાગે છે. જ્યારે રોગજનિત પીડા થાય ત્યારે માણસ એકદમ દુઃખી ન થાય એવું બને ખરું ? ઉત્તરમાં કહેવાયું- એવું થઈ શકે. અને આ જ ધર્મની કલા છે. આ એક એવી ક્લા છે જેને જાણવાથી આવી સ્થિતિ હોઈ શકે કે- કષ્ટ આવે ત્યારે પણ માણસ દુઃખી ન થાય. અસત્ કર્મનું ફલ
સમયસાર ... 94
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org