________________
| એક છે મારાપણામાં ખરડાયેલું જીવન અને બીજું છે મારાપણાથી મુક્ત
જીવન. જ્યાં ન તો હું કોઈનો છું અને ન તો કોઈ મારું છે. બધાય સંબંધો પૂરા થઈ જાય છે. અધ્યાત્મચેતના અથવા પરમાર્થ ચેતનાને લીધે જીવનનો વ્યવહાર ચાલતો નથી. પણ એની સાથે આ સત્ય પણ સંકળાયેલું છે કે જો આ ચેતના ન હોય તો જીવનનો વ્યવહાર સારો ચાલતો નથી. વ્યક્િત-ચેતનાનું બીજું રૂપ જે સમાજમાં વિકસેલું હોય છે તે છે સ્વાર્થચેતના. આમ વ્યક્િત-ચેતનાનાં બે રૂપ થઈ ગયાં. અધ્યાત્મચેતના પણ વ્યક્તિચેતના છે, અને સ્વાર્થ-ચેતના પણ વ્યક્િતચેતના છે. સ્વાર્થ-ચેતનાવાળો માણસ માત્ર પોતાનો જ વિચાર કરે છે. હું સુખી રહું, મારું ભલું થાય, મારું કલ્યાણ થાય, મારું આ થાય, મારું તે થાય, મને બધુંય મળે- મારી સગવડ, મારું સુખ, મારો સ્વાર્થ. આવી સ્વાર્થ ચેતનાની ભાવના કુટુંબમાં સમસ્યાઓ પેદા કરી રહી છે. પરિવારમાં જેટલો કલહ થાય છે તેમાં આ વ્યક્તિ પરક સ્વાર્થ-ચેતના મુખ્ય ભાગ ભજવે છે. કુટુંબનું જુદા પડવું અને કુટુંબ-કલહ સ્વાર્થને કારણે જ થાય છે. વર્તમાન સમસ્યા
આજની સમસ્યા કઈ છે? કુટુંબની સમસ્યા શી છે? (ઉત્તર છે કે) માતા-પિતા શરૂઆતથી જ બાળકોને સ્વાર્થ-ચેતનાની દિશામાં લઈ જાય છે. એવો જ ઉપદેશ અપાય છે કે- કમાઓ અને ઘર ભરો. આથી પરિગ્રહ, સંગ્રહ અને લોભની મનોવૃત્તિ પેદા થાય છે, અને એનું પરિણામ આવે છે સ્વાર્થ-ચેતનાની પ્રબળતાનું. વ્યકિત-ચેતનાનું જે પ્રશંસનીય રૂપ અધ્યાત્મચેતનાનો વિકાસ છે એ દિશામાં કોઈ પ્રયત્ન કરતું નથી. આ તથ્ય તરફ તે ધ્યાન આપતા નથી કે આપણે કુટુંબ ચલાવવું છે, કુટુંબમાં રહેવું છે, તો બાળકમાં અધ્યાત્મના સંસ્કારો પણ હોવા જોઈએ. તેનામાં આધ્યાત્મિક વિકાસ પણ હોવો જોઈએ. પણ આ પરિસ્થિતિમાં આધ્યાત્મિક ચેતના જાગતી નથી, માત્ર સ્વાર્થ-ચેતના જાગે છે. અને તે એવી તો જાગે છે કે માણસ બધુંય ગળી જનારો, સર્વભક્ષી થઈ જાય છે. પોતે જ બધું પચાવી પાડવા લાગી જાય છે. સંયુક્ત કુટુંબનો સંદર્ભ
સંયુક્ત કુટુંબનું આપણે પૃથક્કરણ કરીએ તો અસત્ય આપણી સમક્ષ વધારે સ્પષ્ટ થશે. સંયુક્ત કુટુંબમાં ઘણા ભાઈઓ એકસાથે રહે છે. કેટલાંક વર્ષ સુધી તો તેમનું ઠીક ચાલે છે, પણ પછી સ્વાર્થની ચેતના એટલી ઊંડી
સમયસાર ... 107
Jain Education
International
For Personal and Private Use Only
www.jainelibrary.org