________________
| ૭. કર્મફળ ભોગવવાની કળા
ભારતીય સાહિત્યમાં પુરુષો માટેની ૪૬ કલાઓ અને સ્ત્રીઓ માટેની ૭૨ કલાઓ મનાઈ છે. સ્વસ્થ જીવન જીવવા માટે ક્લાઓનું મોટું મૂલ્ય છે. જે માણસ કલાનું મૂલ્યાંકન કરવું જાણતો નથી તે સરસ જીવન જીવવાનું | મૂલ્યાંકન કરી શકતો નથી. હુર્તિ, આનંદ, પ્રસન્નતા એ બધા માટે કલા આવશ્યક મનાય છે. એક આચાર્યે એવું વિધાન કર્યું છે કે- જે માણસ સર્વ કલાઓ જાણતો હોય પણ ધર્મની કલાને ન જાણે તેની બધીય કલાઓ નિરર્થક છે. આ ધર્મની કલા એ શું છે જેને જાણ્યા વિના બધી કલાઓ વ્યર્થ અને અર્થહીન બની જાય છે ? આ ઘર્મ-કલા ને એક જ વાક્યમાં કહેવી હોય તો તે કહેવાય-કર્મફલ ભોગવવાની કલા. ધર્મની ક્લા
જે માણસ કર્મ-ફળ ભોગવવાની કલા જાણે છે તે ધર્મની કલાને જાણે છે. જે કર્મનું ફળ ભોગવવાનું જાણતો નથી તે ધર્મની કલા જાણતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો- જે માણસ બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાની કલા જાણે છે તે ધર્મની કલા જાણે છે. કર્મનું બંધન (સંબંધ) રાગ અને |
ષ સાથે હોય છે. જો પુણ્યનું ફળ ઉદયમાં આવે (ઉત્પન્ન થાય) તો રાગ પેદા થવાનો અને જો પાપનું ફળ ઉદયમાં આવે તો ઠેષ પેદા થવાનો. રાગ, દ્વેષ, પુણ્ય, પાપ એ શૃંખલા (સાંકળોનો અંત કદી આવતો નથી. પુણ્યનું ફળ ભોગવતાં માણસ ઉન્મત્ત (અભિમાનમાં ચકચૂર) થઈ જાય છે અને પાપનું ફળ ભોગવે તો ધૃણા કરે છે. પુણ્યનું ફળ ભોગવે ત્યારે રાગ (આસક્િત)ને બળ મળે છે અને પાપનું ફળ ભોગવતાં દ્વેષને બલ મળે છે. એમ લાગે છે કે રાગ અને દ્વેષનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલાંક એવાં માધ્યમો મળ્યાં છે. તેથી જ પુણ્ય અને પાપ માણસને બરાબર બંધનમાં બાંધી રાખે છે. જ્યાં સુધી માણસ કર્મફળ ભોગવવાની કલા ન શીખે ત્યાં સુધી એ બંધનની બેડીને તોડી શકાતી નથી. જીવનનાં બે ઘટક તત્વો
આપણા જીવનના બે મુખ્ય ઘટકો છે. સુખ અને દુઃખ. માણસને સુખ જોઈએ, દુઃખ નહિ. એને સરસ જીવન જોઈએ, નીરસ નહિ. ત્યારે આપણી સામે એ પ્રશ્ન છે કે કોઈ માણસ એવું જીવન જીવ્યો છે જેમાં સુખ
સમયસાર o 93
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org